મહિલા દિવસ નિમિત્તે સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત રેસ્ટોરન્ટનો શુભારંભ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ નવરંગપુરા વીજય ચારરસ્તા પાસે મેકડોનાલ્ડ કંપનીએ ઓ. એમ. અજયભાઈ પાંડે ના માર્ગદર્શન હેઠળ અને ત્રિવેણી બેનના નેતૃત્વ હેઠળ મહિલા સંચાલિત મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ શરૂ કરતા મહિલા કર્મચારીઓમાં ખુશી વ્યાપી!
તસવીર અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં વિજય ચાર રસ્તા પાસે યશ એકવા તરીકે ઓળખાતા મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટ હવે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો છે. આ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટનો ૨૦૧૪માં પ્રારંભ થયો હતો જે ૮.૩.૨૦૨૨ ના રોજ કંપનીએ ગુજરાતને ‘મહિલા દિન’ નિમિત્તે મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોર ની ભેટ આપી છે
જેમાં રેસ્ટોરન્ટ મેનેજર તરીકે ત્રીવેનીબેન નાયી આર.એમ તરીકેની મુખ્ય જવાબદારી નિભાવશે જેવો ઘણા લાંબા સમયથી મેકડોનાલ્ડ્સ કંપની સાથે જાેડાઈને પોતાની આગવી પ્રગતિ સાથે મેકડોનાલ્ડ્સના નવોદિત કર્મચારીઓને તૈયાર કરવામાં અને ઓલરાઉન્ડર બનાવવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરી હોવાનું અનેક ગ્રાહકોનું માનવું છે
આ ઉપરાંત આજના આસિસ્ટન્ટ મેનેજર તરીકે પ્રતિક્ષાબેન ને જવાબદારી સોંપાઈ છે! કૃટ્રેનર તરીકે રક્ષાબેન જવાબદારી સંભાળશે જ્યારે આ સ્ટોરમાં ટીમવર્ક તરીકે કાજલબેન, સોનલબેન, રીટાબેન, ક્રિષ્નાબેન, વર્ષાબેન જવાબદારી નીભાવશે અને તેઓ સવારથી સાંજના ૫ થી ૮ સુધી નું સંચાલન ફક્ત મહિલાઓના હાથમાં રહેશે
પરંતુ કેટલાક મહિલાઓ માટેના ખાસ નિયમો ધ્યાનમાં રાખીને રાત્રે આઠ વાગ્યા પછી પુરુષ સ્ટાફ સ્ટોર નું ધ્યાન રાખશે એટલે એ પણ નોંધનીય છે કે સમગ્ર ગુજરાતના તેમજ અન્ય રાજ્યના મેકડોનાલ્ડ્સ સ્ટોર ના સંચાલન અને વિકાસની જવાબદારી નિભાવતા શ્રી અજયભાઈ પાંડે નું યોગદાન કંપનીના વિકાસમાં અને સુવ્યવસ્થિત સંચાલન મહત્વનું રહ્યું છે!
ગુજરાતમાં મહિલાઓ સંચાલિત મેકડોનાલ્ડ્સ નુ રચનાત્મક આયોજન કરવા માટે અજયભાઈ પાંડે નું યોગદાન પ્રગતિશીલ અને વિધેયાત્મક રહ્યું છે તેઓ દરેક સ્ટોરમાં વ્યક્તિગત સમીક્ષા કરીને કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ની અનેક સમસ્યાઓ ઉકેલવામાં પણ ધ્યાન આપે છે!
આ જ રીતે તેઓ દરેક સ્ટોરનુ જાતે અવલોકન કરી અભિપ્રાય બાંધીએ ર્નિણય લેશે તો કંપનીઓ વધુ ને વધુ નિર્ણાયક નિર્ણાયક પ્રગતિ કરી શકશે તસવીર અમદાવાદ વિજય ચાર રસ્તા નવરંગપુરા પાસે યસ એક્વા તરીકે ઓળખાતી જગ્યા માં શરૂ થયેલા મહિલા સંચાલિત મેકડોનાલ્ડ્સ સ્ટોર ની છે
તસ્વીર માં રેસ્ટોરેન્ટ ના મેનેજર આર.એમ કંપની ના મહિલા કર્મચારીઓ સાથે દ્રશ્યમાન થાય છે જ્યારે જમણી બાજુની તસ્વીરમાં મેકડોનાલ્ડ્સ કંપનીના ગુજરાત અને અન્ય રાજ્યના સ્ટોર્સનો સંપૂર્ણ સંચાલનની જવાબદારી નિભાવતા ઓ.એમ અજયભાઈ પંડ્યાની છે
જયારે ત્રીજી તસવીર મેકડોનાલ્ડ્સ ના બ્રાન્ડ એમ્બેસેડર રોનાલ્ડોની છે જે કંપનીના મહત્વના પ્રતિક ગણાય છે જ્યારે નીચે ની તસ્વીર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રતિભાશાળી મહિલા અગ્રણીની છે જેમા ડાબી તસવીર પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની છે
જેમણે નીડર અને વડાપ્રધાન તરીકે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ર્નિણય કર્યા હતા બીજી તસ્વીર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટિલની છે તેમણે અનેક રચનાત્મક ભૂમિકા અદા કરી હતી ત્રીજી તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટના સંભવિત મુખ્ય ન્યાયમૂર્તિ બી.વી.નાગરતનાની છે તેઓ ૨૦૨૭ માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનશે એ ગૌરવની ક્ષણ હશે
જેમાં ભારતની ત્રણે શક્તિશાળી પાખમાં વડાપ્રધાન તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભાબેન પાટીલ બાદ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.વી.નાગરતના તરીકે હશે આ સંજાેગોમાં પ્રત્યેક મહિલાઓએ પોતાની કારકિર્દીને મજબૂત કરવા તરફ ધ્યાન આપવું જાેઇએ અને પોતાની આગવી પ્રતિભા ઉજાગર કરવી જાેઈએ (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
સ્ત્રી સમાનતા એ વિકાસની પૂર્વશરત છે – કોફી અન્નાન
ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાબેન પાટીલે દેશનું સફળ સંચાલન કર્યું હવે ભારતની સુપ્રીમ કોર્ટ માં મહિલા ચીફ જસ્ટિસ તરીકે ૨૦૨૭ માં બી.વી.નાગરતના હોદ્દો સંભાળશે!
બ્રિટિશ વડાપ્રધાન માર્ગેટ થેચરે સરસ કહ્યું છે કે ‘‘તમે કામ અંગે કંઈ કહેવા જ માગતા હો તો પુરુષ ને કહો પણ જાે એ કામ કરવું હોય તો સ્ત્રીઓ ને કહો’’!! જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને ધાના વિચારશીલ મુસદ્દી કોફી અન્નાન એ કહ્યું છે કે ‘‘અનેક દેશો સમજી ચૂક્યા છે કે સ્ત્રી સમાનતા એ વિકાસની પૂર્વશરત છે’’!!
આજે ભારત સહિત અનેક દેશો માં અનેક હોદ્દાઓ પર મહિલાઓ નું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે એટલું જ નહીં માનવ જગતને દિશા આપવામાં અને નીડરતાપૂર્વક પોતાનું કર્તવ્ય અભિવ્યક્ત કરવામાં પણ સ્ત્રીઓ નું મહત્વ માનવ જગતમાં છે અને અનેક વ્યવસાયમાં પણ મહિલાઓનું યોગદાન નોંધનીય રહ્યું છે!
ત્યારે ગુજરાતમાં ખાધ્ય પદાર્થ નો વ્યવસાય કરતી અમેરિકન કંપની મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ મહિલા દિવસ નિમિત્તે ગુજરાતને સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત રેસ્ટોરન્ટનો ખાસ શરૂ કર્યો છે એ અત્રે નોંધપાત્ર બાબત છે.