Western Times News

Gujarati News

મહિલા પર દુષ્કર્મ બાદ વિડિયો વાયરલ કરવા ધમકી

Files photo

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી રત્નકલાકરની પત્નીને એકલતાનો લાભ લઇને પાડોસી યુવાને આ પરણિતા પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. જાેકે યુવાન ત્રાસથી પરણિતા બીજે રહેવા જતી રહી હોવા છતાં આ યુવાન વીડિયોના નામે બ્લેકમેઇલિંગ કરતો હોવાને લઈને આખરે પરીણિતાએ આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં મહિલા અત્યાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે,

ત્યારે વધુ એક મહિલાએ પોતાનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં ૩૩ વર્ષીય પરણિતા અને એક પુત્રી-એક પુત્ર સાથે રહેતા પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૧૬ માં તેમણે એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા આરોપી અજય નામના આરોપી સાથે ઓળખાણ હોય એકબીજાના ઘરે અવરજવર હતી. દરમિયાન, વર્ષ ૨૦૧૮ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો વતન ગયા હતા અને પરિણાતા બંને બાળકો પણ નાનાના ઘરે વતન ગયા હતા.પરિણીતાનો પતિ કામ માટે બહાર ગયા હતા ત્યારે અજય ઘરે આવ્યો હતો

દરવાજાે અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. અજયે તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી આ વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. પરિણીતા સાથે તેણે આ વીડિયો દ્વારા બ્લેકમેઇલિંગ કરી અનેક વખત દુસ્કર્મ આચર્યુ હતું. જાેકે આ યુવાન સતત પરિણીતાને બ્લેકમેલ કરતો હતો અજય નામનો યુવાન પરિણિતાને અવાર નવાર ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જાેકે, પરણિતા તેને તાબે થઈ નહોતી. તેની હેરાનગતિથી કંટાળી પરિણીતા અને પતિને પાંચમા માળે રહેતા ફાવતું નથી તેવું કહી ઘર પણ બદલ્યું હતું અને માલિકીનો ફ્લેટ છોડી ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. પરંતુ આ યુવાન અજય પરીણિતાને ફોન કરીને હેરાન કરવા સાથે બ્લેકમેલ કરતો હતો જેને લઈને આ પરિણીતાએ સમગ્ર હકિકત તેના પતિને કીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.