મહિલા પર સરકારી વકીલે ઓફિસમાં દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ, જેનું કામ આરોપીને સજા આપવવાનું હોય તે જ વ્યક્તિ કોઈ ગંભીર કેસમાં સંડોવાયેલી હોય તો આવી જ એક ઘટના અમરેલીમાં બની છે, જેમાં એક સરકારી વકીલની કથિત બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ વકીલ પર મહિલાને બ્લેકમેઈલ કરવાનો અને તેના પર બળાત્કાર ગુજારવાનો ગુનો લાગુ પડ્યો છે.
વકીલે અમરેલીમાં પોતાની જ ઓફિસમાં ૩૫ વર્ષની મહિલા પર ઓગસ્ટ મહિનામાં અને ૨૪ ઓક્ટોબર એમ બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આરોપી વકીલ અજય પંડ્યા જ પીડિત મહિલાનો સાવરકુંડલાની કોર્ટમાં કેસ જાેતો હતો.
મહિલાને પોતાના કેસના સિલસિલામાં વકીલ અજયને વારંવાર મળવાનું થતું હતું. આવામાં ૨૨ ઓગસ્ટે વકીલ અજય પંડ્યાએ અમરેલીમાં જિલ્લા પંચાયતની બાજુમાં આવેલી પોતાની ઓફિસ પર થયેલી મીટિંગ દરમિયાન મહિલા પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો અને આ આખી ઘટનાનો છૂપાઈને વીડિયો ઉતારી લીધો હતો.
આ પછી ૨૪ ઓક્ટોબરે જ્યારે વકીલ અજયે બોલાવી ત્યારે મહિલા ફરી તેની ઓફિસ પર ગઈ હતી. પીડિતા જ્યારે વકીલની ઓફિસ પહોંચી પછી તેની પાસે અજય પંડ્યાએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જ્યારે મહિલાએ આનાકાની કરી તો અજયે તેમની અગાઉની મીટિંગ દરમિયાન ઉતારી લીધેલો વીડિયો બતાવ્યો હતો.
આ પછી વકીલ અજયે મહિલાને ધમકી આપીને કહ્યું કે, જાે તે શારીરિક સંબંધ બાંધવાની માગણી પૂરી નહીં કરે તો વીડિયો ઈન્ટરનેટ પર મૂકીને વાયરલ કરી દેશે, આ પછી ફરી એકવાર મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તે વકીલની ઓફિસમાં હતી ત્યારે અજય પંડ્યાએ બહાર એક મહિલાને ઉભી રાખી હતી કે જેથી કોઈ બહારથી અચાનક અંદર ના આવી જાય. અમરેલી શહેર પોલીસના ઈન્સ્પેક્ટર એજે ચૌધરીએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે સરકારી વકીલ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.SSS