મહિલા પ્રવાસીને બસ ડ્રાયવર-કંડકટરે પાકિટ પરત કર્યુ
અમદાવાદ, તા.23-1-2020 ના રોજ આશરે 14:25 વાગે એક મહિલા ઉસ્માનપુરા થી રૂટ નં.13/1 બસ નં.TKR.03 માં બેસી લાલદરવાજા ઉતરી મુખ્ય ઑફીસ આવી તેમનું પાકીટ બસમાં રહી જવાની જાણ કરતા મુખ્ય ઑફીસથી ડ્રાઇવર -કન્ડક્ટરને ફોન કરી તપાસ કરતા તેમનુ પાકીટ બસ મળી આવતા ડ્રાઇવર -કન્ડક્ટર ઇસનપુર જઈ લાલ દરવાજા પરત આવી પાકીટ જમા કરાવતાં મહિલાએ તેમનું પાકીટ ચેક કરતા રૂ.55000/-રોકડા તેમજ સોનાની 6 તોલાની 4 બંગડી અને પાકીટમાં અન્ય વસ્તુ બરાબર હોઈ તેઓ ને ખાતરી કરી લખાણ લઇ પરત સોંપી દીધું હતું.
ડ્રાઇવર ગિરીશભાઇ રાઠોડ કન્ડક્ટર પટેલ દિલીપભાઇએ મહિલા પ્રવાસી પુષ્પાબેનને પાકિટ પરત કરતાં મહિલાએ હાશકારો અનુભવ્યો હતો અને ડ્રાયવર કંડકટરનો આભાર માન્યો હતો. મહિલા પ્રવાસી નામે પુસ્પાબેન ઈશ્વરલાલ સોલંકી ઉમંર.72 રહે.5 બાપુ સ્મુર્તિ સોસાયટી ગાંધી આશ્રમ સામે અમદાવાદ ખાતે રહે છે.