મહિલા બાળકીને કારમાં ભૂલી ગઈ, ૭ કલાકે પાછા ફરતા બાળકીનું મોત
ફ્લોરિડા: ઘણીવાર આપણે કારમાં કોઈ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ. જાેકે કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો સહેલો હોતો નથી પરંતુ આવું હકીકતમાં બન્યું હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં એક મહિલા બે વર્ષની બાળકીને કારમાં જ ભૂલી ગઈ હતી અને બાળકીને સીટ બેલ્ટ પહેરાવેલો હતો. મહિલા કારને બાજુમાં ઊભી રાખીને ઘરમાં જતી રહી હતી. સાત કલાક બાદ પરત ફરી તો તેના હોશ ઉડી ગયા હતા. કારની અંદર માસૂમ બાળકીનું મોત થયું હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
ફ્લોરિડાની ૪૩ વર્ષી જુઆના પેરેજ ડોમિંગોને પોલીસે શનિવારે પકડી હતી. આરોપી છે કે સાત કલાક સુધી બે વર્ષની બાળકીને સીટબેલ્ટ પહેરાવીને કારમાં મૂકી દીધી હતી. જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. એનબીસી મિયામીના રિપોર્ટ અનુસાર બે વર્ષની બાળકીનું નામ જાેસલીન મારિત્ઝા મેન્ડેઝ છે. પોલીસના જણાવ્યા પ્રમામે આરોપી મહિલા ઉપર બાળકોને ડેકેર લઈ જવાની જવાબદારી હતી.
શુક્રવારે આરોપી મહિલા બે વર્ષની બાળકી જાેસલીનને ઘરેથી ડેકેટર લઈ જવા માટે વાનમાં લઈને નીકળી હતી. પરંતુ ૬.૩૦ વાગ્યે ડેકેટર સેન્ટર ખુલ્યું ન હતું. એટલા માટે બાળકીને પોતાના ઘરે પરત લઈને આવી હતી. સવારે આઠ વાગ્યે આરોપી મહિલા પેરેજ ડોમિંગોને નાની બાળકીને પોતાની ટોયોટા સિએના મિની વાની ત્રીજી લાઈનની સીટમાં બેસાડી હતી. અને બાળીકને સીટ બેલ્ટ પણ બાંધ્યો હતો. અને તે બાળકીને વાનમાં જ ભૂલીને ઘરમાં જતી રહી હતી.
૩૦ ડિગ્રી સેલ્સિયસથી અધિક તાપમાનમાં કારની અંદર રેહલી બાળકીની હાલત ખરાબ થવા લાગી હતી. અને તેનું મોત થયું હતું. પેરેજ ડોમિંગો સાત કલાક બાદ લગભગ ૩ વાગ્યે પાછી આવી તો કારમાં બાળકી મરેલી પડી હતી. પોલીસ પ્રમાણે તેણે ઇમર્જન્સી સેવાઓને ફોન કરવાના બદલે બાળકીની માતાને ફોન કરીને તેના મૃત્યું અંગે જાણ કરી હતી. ત્યારબાદ આરોપી મહિલા બાળકીની લાશને લઈને તેના ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસે બાળકીની લાશને પોર્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પેરેજ ડોમિંગો ઉપર ૫૦,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો હતો.