મહિલા મેનેજરની પતિ સાથે મળી ૧૧.૮૪ કરોડની ઠગાઈ
ઇન્દોર: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મહિલા મેનેજર સ્વીટી સુનેરિયા અને તેના પતિ આશિષ સલુજાએ ૧૧.૮૪ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ કેસમાં સીબીઆઈએ સ્વીટીની માતા અને નાની બહેન નિશાની પૂછપરછ કરી છે. પરિવારનું કહેવું છે કે જાે અમને માહિતી મળશે તો પહેલા પોલીસને જણાવીશું. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ પતિ-પત્ની બંને ફરાર છે.
ઈન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારની એસબીઆઈૈંની ખજરાના બ્રાન્ચમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બેંક મેનેજર સ્વીટ અને તેના પતિની સીબીઆઈ શોધ કરી રહી છે. સીબીઆઈએ તાજેતરમાં જ બેંકમાં દરોડા પાડીને દસ્તાવેજાે પણ જપ્ત કર્યા હતા. તે પછી આ કેસની તપાસ માટે આવેલા સીબીઆઈ અધિકારીઓને સ્વીટી અને તેના પતિની કોઈ કડી મળી નથી.
સીબીઆઈ દ્વારા જ્યારે સ્વીટીની માતાની પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે, લોકેશન મળતાની સાથે જ પહેલા તમને જણાવીશું. પરંતુ હાલ તે ક્યાં છે અને કઈ હાલતમાં તેના વિશે કોઈ માહિતી નથી. સ્વીટીની પરિચિતો પણ તેના આ કાંડથી સ્તબ્ધ છે. તેમનું કહેવું છે માનવામાં નથી આવતું કે તે એટલી ચાલાક નીકળશે.
સ્વીટી સુનેરિયા તેના પિતાની લાડકી અને મોટી પુત્રી છે. પિતા રમેશચંદ્ર સુનેરિયા બડા ગણપતિ વિસ્તાર પાસે ફૂલોનો ધંધો કરતો હતો. નાની બહેન પણ ઇન્દોરમાં રહે છે. પિતા શુગરના દર્દી છે. સ્વીટી અને આશિષની ઓળખાણ સોશિયલ સાઇટ પર થઈ હતી. થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરી લીધાં. તેમના લગ્નને લગભગ આઠ વર્ષ થઈ ગયા છે. લગ્ન બાદ બંને ઈન્દોરમાં જ રહેવા લાગ્યા. મૂળ દિલ્હીનો રહેવાસી આશિષ શેર બજારમાં કામ કરતો હતો.
લગ્ન બાદ આશિષે સ્વીટી સાથે ઈન્દોર રહેવાનું નક્કી કર્યું હતું. સ્વીટીની પહેલી પોસ્ટિંગ ઇન્દોરના પલાસિયા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થઈ હતી. પરિવારનું કહેવું છે કે, તેઓ આશિષ વિશે વધારે જાણતા ન હતા, પરંતુ બંને એક બીજાને પ્રેમ કરતા હતા. આ કારણોસર તેણે પિતાના મૃત્યુ પછી લગ્ન કર્યા હતા. આશિષ શેરબજારમાં પૈસા લગાવતો હતો. ઈન્દોર આવ્યા પછી પણ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હાલ સીબીઆઈ બંનેની શોધખોળ કરી રહી છે.