મહિલા વિધવા સહાય યોજના અંતર્ગત શીકા ગ્રામ પંચાયત વિસ્તારમાં ૪૨ હુકમોનું ઘરે જઈ વિતરણ કરાયું
(પ્રતિનિધિ)મોડાસા, મહિલા વિધવા સહાય યોજના અંતર્ગત શીકા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ ગામોમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં ૪૨ જેટલા હુકમોનું ઘરે ઘરે વિતરણ શીકા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિંકલબેન વિપુલભાઈ પટેલ દ્વારા કરાયું હતું.વિધવા સહાય યોજના રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક સહાય મળી રહે તે હેતુથી ચાલે છે.આ વિધવા સહાય યોજના અંતર્ગત બીજા તબક્કામાં શીકા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ ગામોમાં ૪૨ જેટલા હુકમોનું શીકા ગૃપ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલ એ ઘરે ઘરે જઈ રૂબરૂ વિતરણ કર્યું હતું.અને બાકી રહેલા તમામ હુકમો જલ્દીથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયે મળશે તેવી પણ ખાત્રી મળતા આ સમગ્ર પ્રક્રિયા માટે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, ધનસુરા મામલતદાર શ્રી ચેતનસિંહ ઝાલા,તથા ધનસુરા તથા તેમની સમગ્ર ટીમનો શીકા ના ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.