મહિલા શિક્ષત હોય તો પણ તેને નોકરીની ફરજ ન પાડી શકાય
સમાજે મહિલાને ગૃહકાર્ય કરનાર વ્યક્તિ તરીકે સ્વીકારી છે નહી કે કુટુંબને નાણાકીય મદદ કરાવનાર વ્યક્તિ તરીકેઃ કોર્ટ
મુંબઈ, કોઇપણ મહિલા શિક્ષિત હોય અને તેને નોકરી કરવી કે નહિ તે તેનો અંગત ર્નિણય છે.નોકરી કરવા માટે માત્ર શિક્ષિત હોવાથી ફરજ પાડી શકાય નહી એવું અવલોકન મુંબઈ હાઈકોર્ટને એક બેન્ચે મહિલાને ભરણપોષણ આપવાની એક અરજીમાં ચુકાદો આપતા જણાવ્યું છે.
કેસની વિગત અનુસાર પૂનામાં વર્ષ ૨૦૧૦માં લગ્ન પછી પત્ની અને પતિ વર્ષ ૨૦૧૩થી અલગ રહેતા હતા. પત્નીએ પોતાના પતી સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરી છૂટાછેડા માંગ્યા હતા. પૂના કોર્ટે બન્ને પક્ષની દલીલ બાદ છૂટાછેડા મંજૂર કરતા પતિને ભરણપોષણ માટે આદેશ કર્યો હતો.
પતિએ પત્નીને દર મહીને રૂ.૫૦૦૦ અને પુત્રીના ભણતર માટે દર મહીને રૂ.૭૦૦૦ ચુકવવા આદેશ કર્યો હતો. પોતાની પત્ની સ્નાતક છે અને તે નોકરી કરી રહી છે એવી દલીલ સાથે પતિએ મુંબઈ હાઈકોર્ટમાં ફેમીલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.
મુંબઈ હાઈકોર્ટના જસ્ટીસ ભરતી ડાંગરેએ સુનાવણી બાદ પોતાના આદેશમાં અવલોકન કર્યું હતું કે મહિલા શિક્ષિત હોય અને તેને નોકરી કરવું કે ઘરે કામ કરવું તે તેનો અંગત ર્નિણય છે. માત્ર શિક્ષિત હોવાથી તેને નોકરી કરવા માટે ફરજ પાડી શકાય નહી.
“આપણા સમજે મહિલાને એક ગૃહકાર્ય કરનાર વ્યક્તિ તરીકે જ સ્વીકારી છે અને નહી કે કુટુંબને નાણાકીય મદદ કરાવનાર વ્યક્તિ તરીકે. કામ કરવું કે નહી તે મહિલાએ પસંદ કરવાનો વિકલ્પ છે. ગ્રેજ્યુએટ છે એટલે તેને કામ કરવાની ફરજ પાડી શકાય નહી,” એમ જસ્ટીસ ડાંગરેએ પોતાના ઓર્ડરમાં જણાવ્યું હતું.SS2KP