Western Times News

Gujarati News

મહિલા સામેના અપરાધમાં ૨૦૨૧માં ૩૦ ટકાનો વધારો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, મહિલાઓ સામેના અપરાધોમાં ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં ૩૦ ટકાનો વધારો થયો છે તેવુ રાષ્ટ્રીય મહિલા આયોગનુ કહેવુ છે. મહિલા આયોગને ૨૦૨૧ના વર્ષમાં ૩૧૦૦૦ ફરિયાદો મળી હતી .જે ૨૦૧૪ પછી સૌથી વધારે છે.આ પૈકીના અડધા કેસ યુપીના છે.

મહિલા આયોગના આંકડા પ્રમાણે ૩૧૦૦૦ જેટલી ફરિયાદોમાંથી ૧૧૦૦૦ જેટલી ફરિયાદો મહિલાઓના સન્માન સાથે જીવવાના અધિકાર સાથે જાેડાયેલી હતી.એ પછી ૬૬૦૦ જેટલી ફરિયાદો ઘરેલુ હિંસાને લગતી મળી હતી.૪૫૦૦ જેટલી ફરિયાદો દહેજના કારણે મહિલાઓને અપાઈ રહેલા ત્રાસને લગતી હતી.
જ્યારે મહિલાઓની છેડછાડની ૧૮૧૯, રેપ અને રેપના પ્રયાસની ૧૬૭૫ તેમજ મહિલાઓ પ્રત્યે પોલીસની ઉપેક્ષાની ૧૫૩૭ ફરિયાદો આયોગને મળી હતી.

રાજ્ય પ્રમાણે જાેવામાં આવે તો ફરિયાદોના આંકડા આ પ્રમાણે છેઃ યુપી ૧૫૮૨૮, દિલ્હી ૩૩૬૬, મહારાષ્ટ્ર ૧૫૦૪, હરિયાણા ૧૪૬૦, બિહાર ૧૪૫૬.
આયોગના પ્રમુખ રેખા શર્માનુ કહેવુ છે કે, મહિલા આયોગને વધારે ફરિયાદો મળી રહી છે તેનુ એક કારણ એ પણ છે કે, મહિલા આયોગ અંગે મહિલાઓને અમે વધારે જાગૃત કરી રહ્યા છે.તેમની ફરિયાદો નોંધવા માટે અમે ૨૪ કલાક કાર્યરત હેલ્પ લાઈન પણ શરુ કરી છે. આયોગને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દર મહિને ૩૧૦૦થી વધારે ફરિયાદો મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.