મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિનનું રાજીનામું
નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિને ચોંકાવનારો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક ગેમ્સમાં ગ્રેટ બ્રિટન વિરુદ્ધ બ્રોન્ઝ મેડલનો પ્લેઓફ મુકાબલો આ ટીમ સાથે તેમની છેલ્લી જવાબદારી હતી.
૪૭ વર્ષના કોચ શોર્ડ મારિનની દેખરેખમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ગેમ્સમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમ ચોથા સ્થાન પર રહી તેનો શ્રેય તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે.
ગ્રેટ બ્રિટન વિરુદ્ધ ભારતીય મહિલા હોકી ટીમે ૩-૪થી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ પૂરી થયાના ગણતરીના કલાકોમાં કોચ શોર્ડ મારિને રાજીનામું આપવાની જાહેરાત કરી. નેધરલેન્ડના આ પૂર્વ ખેલાડીએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘મારો કોઈ પ્લાન નથી. કારણ કે ભારતીય મહિલાઓ સાથે આ મારી છેલ્લી મેચ હતી. આ હવે જાનેકા (શોપમેન)ને હવાલે છે.
એ પણ જાણવા મળ્યું છે કે શોર્ડ મારિન અને ટીમના વિશ્લેષણાત્મક કોચ જાનેકા શોપમેન બંનેને એસએઆઈ તરફથી કાર્યકાળ વધારવાની રજુઆત કરાઈ હતી. પરંતુ મુખ્ય કોચે અંગત કારણોસર આ પ્રસ્તાવ ન સ્વીકાર્યો.
આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે જાનેકા શોપમેન હવે ફૂલટર્મ બેસિસ પર મારિનનું પદ સંભાળે તેવી આશા છે. મારિનને ૨૦૧૭માં ભારતીય મહિલા હોકી ટીમના કોચ નિયુક્ત કરાયા હતા. તેમને ત્યારબાદ પુરુષ ટીમના કોચ બનાવી દેવાયા હતા.
જાે કે ૨૦૧૮માં શોર્ડ મારિનને ફરીથી મહિલા હોકી ટીમના કોચ બનાવવામાં આવ્યા. મારિને નેધરલેન્ડ માટે રમત રમી છે અને તેમની દેખરેખમાં નેધરલેન્ડની અંડર ૨૧ મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો અને સીનિયર મહિલા ટીમે ૨૦૧૫માં હોકી વર્લ્ડ લીગ સેમી ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
કોરોના વાયરસ મહામારીના કારણે લાગૂ પ્રતિબંધોને લીધે કોચ શોર્ડ મારિન છેલ્લા ૧૬ મહિનાથી પોતાના ઘરે જઈ શક્યા નથી. તેમની રાજીનામાના ર્નિણયને તેની સાથે જાેડવામાં આવી રહ્યો છે. હવે તેઓ પોતાના પરિવારને મળવા ઈચ્છશે.