મહિલા ITI થલતેજ ખાતે વિનામુલ્યે કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Close-up of woman sewing dress from brown fabric using sewing machine in atelier
મહિલા ITI થલતેજ -મેમનગર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
સરકારી મહિલા આઇટીઆઇ થલતેજ (મેમનગર) ખાતે કોમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટી પાર્લર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ના વિવિધ પ્રકારના કોર્સ ચાલે છે.જેમા પ્રવેશ સત્ર વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશ પ્રક્રિયા શરું કરવામાં આવી છે.
જેમા કોઈ વયમર્યાદા નથી, તેમ જ ટ્યુશન ફી પણ નથી. વધુ માહિતી માટે નીચે જણાવેલા ફોન નંબર:-૦૭૯-૨૭૪૫૦૫૩૩ પર સંપર્ક કરી શકાશે એમ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.