મહિસાગરના ખુટેલાવ ગામમાં દાતા પરિવારે બહેનના સ્મરણાર્થે ૯૨ વિધવા બહેનોને જાત્રા કરાવી

૫૮ વર્ષની બહેનનું બ્રેઇન હેમરેજથી મૃત્યુ થયું હતું
૩ તાલુકાના ગામડાઓ અંતિમ સંસ્કાર માટે જ્યાં આવે છે તે દેગમડા ગામના મોક્ષધામમાં સબવાહિની દાનમાં આપીભાઈ હોય તો આવો!
નવી દિલ્હી,
મહિસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામના સેવાભાવી દાતા પરિવાર દ્વારા પ્રેરણારૂપ પુણ્યકાર્ય સ્વજનની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. પુણ્યકાર્યનો લાભ મળતાં ગામમાં ૯૨ વિધવાઓને દેશના મુખ્ય યાત્રાધામની યાત્રાનો લાભ મળ્યો છે.સાથે સાથે આ પરિવારે શબવાહિનીનું પણ દાન કરવામાં આવ્યુ છે.ખુટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલની કુંભરવાડી ગામે રહેતી પરિણીત બહેન મંગુબેન (ઉ.વ.૫૮) નું બ્રેઇન હેમરેજના કારણે સાત મહિના પહેલા અકાળે અવસાન થયું હતું. મંગુબેનના મૃત્યુ બાદ બે કિડની, બે આંખ અને લીવર મળી ૫ અંગોનું અંગદાન પણ કરાયુ હતું. સ્વર્ગસ્થ બહેન મંગૂબેનની સ્મૃતિમાં ભાઇ કાંતિભાઈ પટેલે સેવાયજ્ઞ કરવાનો વિચાર કર્યાે અને તેનો અમલ પણ કર્યાે.
સેવાયજ્ઞના ભાગરૂપે વિધવા બહેનો માટે ૧૫ દિવસીય પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૯૨ વિધવા બહેનોને શામળાજી, ગોકુલ, મથુરા, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ , કાશી, ઉજ્જૈન સહિતના પવિત્ર ધામોના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ મેળવી હતી. ૧૫ દિવસીય ઉત્તરભારત યાત્રા સુખ, શાંતિ અને આનંદભેર પૂર્ણ થઈ હતી. યાત્રા સમાપન સાથે, કાન્તિભાઈ પટેલ દ્વારા દેગમડા ગામના મહિસાગર મોક્ષધામમાં રૂ.૧૫ લાખની એક શબવાહિની દાન આપવામાં આવી હતી. દેગમડા ગામના મોક્ષધામમાં આસપાસના ૧૫ થી ૨૦ કિ.મી. વિસ્તારના ૩ તાલુકાના ગામડા લોકો અહી અંતિમ વિધિ માટે આવે છે.ss1