મહિસાગરના બાલાસિનોરમાં મતદાનનો બહિષ્કારઃ માત્ર 3 વોટ પડ્યા
(એજન્સી)મહીસાગર, ગુજરાતની ૨૫ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગુજરાતનું એક એવું બુથ સામે આવ્યું છે, જ્યાં માત્ર ૩ વોટ જ પડ્યાં છે.
મહિસાગરના બાલાસિનોરમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ મતદારના દિવસે મતદાન બુથ પર અધિકારીઓ મતદાતાઓની રાહ જોઇ રહ્યાં છે, પરંતુ ત્યાં કોઇ મતદાર કરવા પહોંચ્યુ નહી. બાલાસિનોરના બે બુથ પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેના પગલે બોડોલી બુથ પર માત્ર ૩૪ વોટ પડ્યાં છે, જ્યારે કુંજરા બુથ પર માત્ર ૩ જ વોટ પડ્યાં છે.
આ બુથમાં આવતા લોકોએ ડમ્પિંગ સાઇડને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો છે. બાલાસિનોર ડમ્પિંગ સાઈડના વિરોધને લઈ મતદાન બહિષ્કાર યથાવત છે. બાલાસિનોરના ગ્રામપંચાયતના બે બુથ બોડોલી, કુંજરા ગામના બુથ પર નહીંવત મતદાન થયું છે.
ડમ્પિંગ સાઈડના વિરોધને લઇ મતદારોમાં મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. ડમ્પિંગ સાઈડ પ્રભાવિત ગામોમાં લોકોએ મતદાન કરવાનું સ્વેÂચ્છક ટાળ્યું છે. તેમ છતાં બોડોલી બુથ પર ૩૪ મત જ્યારે કુંજરા બુથ પર ૩ જ મત પડ્યા છે.