મહિસાગર જિલ્લામાં વિજળી પડવાના બે બનાવ- ૧૮ પશુઓ હોમાયા
વિરપુર મહીસાગર જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો હતો અને તે દરમ્યાન બે સ્થળે વીજળી પડવાની ઘટના પણ બની હતી જેમાં મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળીયાત ગામે રહેતા ખેડૂત અમીત ભાઈ પટેલ ના તબેલા પર રાત્રે વીજળી પડતા તબેલામાં બાંધેલ પશુઓ પૈકી સોળ પશુઓના મોત થયા છે જેના કારણે ખેડૂત પરિવાર ને મોટું નુકસાન થયું છે જે સોળ પશુઓના મોત થયા છે જેમાં 11 ગાય 1 ભેંશ 4 વાછરડા નો સમાવેશ થાય છે
જ્યારે ઘર માં સુઈ રહેલ ખેડૂત પરિવાર નો આબાદ બચાવ થયો છે જ્યારે બીજી વિજળી પડવાની ઘટના બાલાસિનોર તાલુકાના જીજાજીના મુવાળા ગામે સામે આવી છે જેમાં એક ગાય અને એક વાછરડા નું મોત થયું છે આમ જિલ્લામાં રાત્રે વીજળી પડતા 18 પશુઓ ના કરૂણ મોત નિપજયા છે જેમાં અંદાજીત બાર લાખ રૂપિયાનો ખેડુતને આર્થીક ફટકો પડયો છે જ્યાંરે મોટાભાગના દુધાળા પશુઓ હોય ખેડુત પરીવાર પર મોટી આફત આવી પડી હતી આ ઘટનાની જાણ થતાં જીલ્લા સહિત સ્થાનિક તંત્ર તેમજ સાસંદ દોડી આવ્યા હતા અને પરીવારને આશ્વાસન આપ્યાં હતાં…
તબેલાના માલીક અંકિત પટેલ.રળીયાતા રાત્રીના દસ વાગ્યાની આસપાસ તબેલાનુ કામકાજ પતાવી પચાસ મીટર દુર મારા ધરે બહાર બેઠો હતો તે દરમ્યાન વિજળીનો જબરદસ્ત કડાકો થયો હતો મારા તબેલાની આસપાસ વિજળી પડી હોય તેવો મને અંદાજ આવતા હું તબેલા દોડી આવ્યો હતો જ્યાં મેં જોયું એક સાથે નાની મોટી એમ ૧૬ ગાયો મૃત હાલતમાં હતી…
નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર એમ જી ચાવડા વિરપુર બાલાસિનોર તાલુકામાં વિજળી પડવાની ધટના બનીના ફોન આવતા મારા કર્મચારીઓ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા જે પશુઓના ઈન્શ્યોરન્સ લીધેલા છે તેવા પશુઓને વિમા કંપની દ્વારા પૈસા આપવામાં આવશે અને જે પશુઓના વિમા નથી લિધેલા તેવા પશુઓને સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવશે ઉપરાંત દુધાળા પશુઓ છે જેઓના સરકારી પરીપત્ર પ્રમાણે ત્રીસ હજાર અને નાના વાછરડા (વગર દુધાળા) જેવા પશુઓને સોળ હજારની સહાય આપવામાં આવશે…