Western Times News

Gujarati News

મહિસાગર જિલ્લા માહિતી કચેરીના ડ્રાઇવર શ્રી બળવંતસિંહ ડાંગીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

લુણાવાડા, મહિસાગર જિલ્લા માહિતી કચેરી લુણાવાડા ખાતે વર્ગ-૩ના કર્મચારી તરીકે ફરજ બજાવતા શ્રી બળવંતસિંહ પી. ડાંગીનો તા.૩૧ મે ૨૦૧૯ના રોજ વયનિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી સુરેન્દ્ર બળેવીયાની અધ્યક્ષતામાં માહિતી પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

શ્રી ડાંગીએ માહિતી ખાતામાં ડ્રાઇવર તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવી હતી. દાહોદ ખાતેથી પોતાના ફરજકાળની શરૂઆત કરીને ગોધરા અને મહીસાગર જિલ્લા માહિતી કચેરી,લુણાવાડા ખાતેથી નિષ્ઠાપુર્વકની સેવાઓ બજાવી નિવૃત્ત થયા છે. માહિતી ખાતમાં ૨૯ વર્ષની દિર્ઘકાલીન સેવાઓમાં તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી

આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી બળેવીયાએ જણાવ્યું હતું માહિતી ખાતાની નિષ્ઠાપુર્વકની સેવાઓ બજાવી નિવૃત્ત થવુ  એ પણ ગૌરવની બાબત  છે. હવે પછીનું તેમનું જીવન નિરોગી સુખમય અને પરિવાર સાથે સ્નેહ પુર્વક વિતાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા માહિતી કચેરી ખાતે તેમને શ્રીફળ, શાલ અને સ્મૃતિ ચિન્હ ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માહિતી પરિવારના સર્વશ્રી જે.કે.રાવલ, શ્રી એમ.બી.ભોઇ, ધનશ્યામસિંહ વિરપરા, હુન્દલદાસ માણેક, શ્રી આર.એન.વસાવા, તેમજ તેમના ધર્મ પત્ની શ્રીમતી ઉષાબેન અને  પરેષભાઇ અને તેમના પરીવારજનો  વગેરેએ ઉપસ્થિત રહીને શ્રી ડાંગીને હાર્દિક શુભેચ્છા સાથે દિર્ધાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય શુંભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.