મહિસાગર નદીના પટમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદે રસ્તો બનાવી દીધો
રેતીની લીંક મેળવનાર કોન્ટ્રાક્ટર દ્વારા બે ફોર્મ ખનન કરીને ગેરકાયદેસર રીતે વધુ પડતી રેતી કાઢી તેનો મોટાપાયે વેપલો કરવામાં આવે છે
આણંદ, આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ઠેરઠેર બેફામ રેતીખનન થઈ રહ્યું છે. પવિત્ર ગણાતી આ નદીમાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ ઊંડા ખાડાઓને કારણે ડૂબી જવાના બનાવોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આ રેત માફિયાઓ દ્વારા આણંદ તાલુકાના વહેરાખાડી પાસે આવેલ ખેરડા ગામથી સામે કાંઠે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા સુધીનો નદીમાં જ રેતીથી રસ્તો બનાવી દીધો હતો. જે બાબત તંત્રના ધ્યાને આવતાં નદીના પટમાં જઈ જેસીબી મશીન વડે આ રસ્તાને દૂર કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીનો પટ ખાણખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. રેતીની લીંક મેળવનાર કોન્ટ્રાક્ટર દ્વારા બે ફોર્મ ખનન કરીને ગેરકાયદેસર રીતે વધુ પડતી રેતી કાઢી તેનો મોટાપાયે વેપલો કરવામાં આવે છે. જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ મિલીભગત હોય છે.
રેતી ભરેલા ડમ્પર અને ટ્રેક્ટરોમાં પણ પ્રમાણ કરતાં વધુ રહેતી ભરવામાં આવતી હોય છે. વધુ પડતા રેતીખનનના કારણે કિનારાઓ ઊંડા થઈ જાય છે, જેના કારણે નદીમાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ ડૂબી જવાના બનાવોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. છેલ્લા વર્ષમાં જ ૧૫ જેટલા યુવાનો આ મહીસાગર નદીમાં ડૂબી જવા પામ્યા છે.
પરંતુ તંત્રની મિલી ભગતના કારણે કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવતા નથી.આણંદ તાલુકાના ખેરડા ગામ પાસે નદીના સામે કાંઠે આવેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા સુધી રેતીખનન માફિયાઓ દ્વારા નદીમાં થઈને જ રહેતી દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો.
જેમાં થઈને રેતીની ગેરકાયદેસર મોટાપાયે હેરાફેરી કરવામાં આવતી હતી. રેતી ખોદવાની લીઝ મેળવનાર કોન્ટ્રાક્ટર દ્વારા અમુક વિસ્તાર અને ઊંડાઈ પૂરતી રેતીનું ખનન કરવાની પરવાનગી આપવામાં આવતી હોવા છતાં રોયલ્ટીની પરવા કરાવીના વધુ રહેતી ખોદીને નદીમાં ઉંડે સુધી ખાડાઓ કરી રેતી કાઢવામાં આવતી હોય છે
અને વાહનોમાં પણ વધુ પ્રમાણમાં ભરવામાં આવતી હોય છે. આખો રસ્તો બની ગયો હોવા છતાં તંત્ર બેફીકર કેમ રહ્યું અથવા તો આંખ આડા કાન કરીને આ રસ્તો બનવા દીધો હતો પરંતુ આવનારા દિવસોમાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે ખેરડા ગામમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.
આ બાબતે ઘેરના ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતાંખેરડા ગામે નદીમા બનાવેલ ગેરકાયદેસર રસ્તાને કલેકટર દ્વારા રસ્તો દૂર કરવા સુચના અપાઇ હતી, જેથી ગ્રામ્ય મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ખેરડામા જઇને મહી નદીમા બનાવેલ રસ્તાને જેસીબી મશીનથી ખોદીને તેને બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.