મહીલાઓની નવી લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર કવીન્સની સ્થાપના કરવામાં આવી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર ખાતે વર્ષોથી સેવાકીય કાર્યો કરતી સંસ્થા લાયન્સ કલબ ઓફ અંકલેશ્વરની મહિલા પાંખ તરીકે આ વર્ષ ૨૦૧૯ માં પ્રથમ વાર લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર કવીન્સ ની સ્થાપના કરવામાં આવી હતી. જે સ્થાપના દિવસમાં મુખ્ય અતિથિ તરીકે સેવાકીય પ્રવૃત્તિ કરનાર મીરાબેન પંજવાણી સાથે લાયન જયેશ ઠક્કર, લાયન નિપમ શેઠ, લાયન અશોક દેસાઈ, લાયન રાજેશ જૈન અને લાયન પંકજ પટેલ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.
આ વર્ષમાં લાયન્સ કવીન્સ માં પ્રમુખ તરીકે લાયન્સ કલબ મુખ્ય પાંખના પ્રેસિડન્ટ તરીકે ઉષા પટેલ અને સાથે કલબ સેક્રેટરી તરીકે પરિણીતા પાટકર,કલબ ના વાઈસ પ્રેસિડન્ટ તરીકે અંજુબેન કાલરા અને ટ્રેઝરર તરીકે મનીષા અરોરા ની નિમણુંક કરવામાં આવી હતી.આ સાથે કવીન્સ કલબ દ્વારા આ વર્ષે કાયમી મુખ્ય પ્રોજેક્ટમાં ચાર પ્રોજેક્ટ લેવામાં આવશે તથા ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ પ્રથમ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે સાથે વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે.
ત્યાર બાદ આગળ ફૂડ હંગર અને બાળકો માં જોવા મળતા કેન્સર,મહિલા સશક્તિકરણ,રક્તદાન જેવા ગંભીર વિષય પર કલબ દ્વારા કામ કરવામાં આવશે.સાથે સંસ્થા ના પ્રથમ સ્થાપના દિવસે જ ૭૧ જેટલી બહેનોએ સામાજીક કામ કરવા સારું પરિવાર સાથે સામાજીક કામો પણ એટલી જ ઉત્સાહ થી કરવા માટે શપથ લીધા હતા.