મહીલાનો બિભત્સ ફોટો વિડીયો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપતાં ફરીયાદ
અમદાવાદ : શહેરમાં મહીલાઓ સાથે અત્યાચારથી ફરીયાદો સતત વધી રહી છે ખાસ કરીને સોશીયલ મિડીયાનો દુરપ્રયોગ કરીને યુવતી કે મહીલાઓ બદનામ કરવાના નામે બ્લેકમેઈલ કરવામા આવે છે આવા કિસ્સામાં આરોપી મોટેભાગે નજીકના મિત્રો કે ઓળખીતાં જ હોય છે આવી જ વધુ એક ફરીયાદ આનંદનગર પોલીસમા નોધાઈ છે જેમા પરણીત મહીલાને વોટસએપ ઉપર બિભત્સ મેસેજ કરીને બદનામ કરવાની ધમકી આપવામા આવી છે. ચામુંડા ફાટક વેજલપુર નજીક રહેતા એક મહીલાને બે દિવસ અગાઉ એક અજાણ્યા નંબર ઉપરથી વોટસએપ મેસેજ આવ્યા હતા
જેને ખોલતાં મહીલાને પોતાના બિભત્સ ફોટા તથા વિડિયો જાવા મળ્યા હતા આ મેસેજ જાતા જ મહીલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી મેસેજ મળ્યા બાદ મહીલાએ પોતાનાં પતિને આ અંગેની જાણ કરી હતી ફોટા તથા વિડિયો મોકલનાર શખ્શે આ સાથે લખાણ પણ મોકલ્યુ હતુ જેમા વિડીયો તથા ફોટા વોટસએપમાં વાઈરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. દંપતીએ પોતાની રીતે તપાસ કર્યા બાદ છેવટે કોઈ પરીણામ ન આવતાં આનંદનગર પોલીસે સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ગત રોજ ફરીયાદ નોધાવી હતી.
મહીલાનાં બિભત્સ ફોટો વિડીયો વાઈરલ કરવાની ધમકીનાં પગલે ગંભીરતાથી લઈ પીઆઈ પોતે આ કેસની તપાસ ચલાવી રહ્યા છે અને દંપતીની પુછપરછ કરી કોણણ આવા મેસેજ કરી શકે છે જણવાને પ્રયત્ન કર્યો હતો બીજી તરફ ફોન નંબર ઉપરથી પણણ શખ્શની શોધ હાથ ધરી છે.