મહીસાગરનું એક એવું ગામ કે જ્યાં કુવો ૧ કી.મી. દુર હોય, પણ ઘરમાંથી મોબાઈલ દ્વારા પીવાનું પાણી મળે છે
રાષ્ટ્રિય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ લોકભાગીદારી થી ગામના છેવાડા ના વિસ્તારના ઘરો સુધી શુધ્ધ સાત્વિક પાણી મળ્યું
પાંચ મહુડીયા ગામની પાણી સમિતિની બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સરકારશ્રી દ્વારા રૂા.૫૦૦૦૦ હજારનો એવોર્ડ અપાયો
ગામના છેવાડા ના વિસ્તારના ઘરો સુધી શુધ્ધ સાત્વિક પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્રારા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ મહીસાગર દ્રારા જિલ્લાના જુદા જૃદા ગામોમાં રાષ્ટ્રિય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ લોકભાગીદારી થી પીવાના પાણી ની યોજનાઓ બનાવવામાં આવે છે.
ગામની પાણી સમિતિ તેનું સંચાલન અને મરામતની કામગીરી કરે છે. જિલ્લાના લુણાવાડા તાલુકા થી અંદાજે ૧૭ કિ.મી. દૂર આવેલ પાંચમહુડીયા ગામમાં ૧૬૦ જેટલા ઘરો અને ૧૧૦૦ જેટલી વસ્તી આવેલ છે ગામમાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે . ગામમાં કુલ ચાર મોટા ફળિયા આવેલા છે , પાંચમહુડીયા ગામ અંદાજે ૨ કી.મી. ના વિસ્તારમાં સમાવેશ થયેલ છે.
ગામમાં પીવાના પાણી માટે ગામતળમાં મીઠું પાણી ન મળવાથી તથા ટી.ડી.એસ. નું પાણીમાં પ્રમાણ વધારે હોવાથી ગ્રામજનોએ દુર થી પાણી મેળવવામાં આવતું અને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડતો તેમજ આર.ઓ. સિસ્ટમના બોટલની ખરીદી કરી પાણી મેળવવામાં આવતું હતું.
વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઑર્ગેનાઈઝેશન (વાસ્મો) સંસ્થા દ્વારા એન.આર.ડી. ડબલ્યુ .પી. કાર્યક્રમ હેઠળ ગામમાં સર્વ પ્રથમ મુલાકાત કરી મિટીંગ કરવામાં આવી. ગ્રામસભામાં પાણી સમિતિની રચના કરવામાં આવી . જેમાં મહિલા સભ્યોએ દરેક ફળિયામાં મિંટીગ કરી ઘરે ઘરેથી ફરી ૧૫૦૦ / – જેટલો લોકફાળો એકત્ર કરવામાં મહત્વનો ભાગ ભજવેલ છે.
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ અંતર્ગત પાંચ મહુડીયા ગામે નવીન કુવો, પાઈપલાઈન, પંપરૂમ, પંમ્પીગ મશીનરી,જયોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજ જોડાણ જેવા કામોની માટે રૂા.૨૦.૩૩ લાખના વહીવટી મંજુરી મળી હતી. ગામ લોકો દ્રારા ૨.૦૩ લોકફાળો ભરવામાં આવેલ છે. ત્યારબાદ યોજનાની કામગીરી માટે પાણી સમિતિની દેખરેખ નીચે સુંદર કામગીરી વર્ષ ૨૦૧૭ માં પૂર્ણ કરી ચાર ઝોનમાં પાણી શરૂ કરવામાં આવ્યું . હાલમાં ૧૬૦ જેટલા ઘરમાં નળ કનેકશન દ્વારા શુધ્ધ સાત્વિક પાણી પુરવઠો મળે છે.
પાણી સમિતિ ધ્વારા પાણી વિતરણ વ્યવસ્થા માટે ઓપરેટરની નિમણૂંક કરવા માં આવેલ છે. આમ આખરે પાંચમહુડીયા ગામના લોકોએ લોકફાળો તથા પાણીનું મહત્વ સમજી પોતાનું ભાવિ ઉજજવળ બનાવ્યું ગામની પેયજળ યોજનાનું કામ પૂર્ણ થયે પાણીના પ્રેશરની ચકાસણી સમયે આખું ગામ એક સ્થળે એકઠા થતાં એવું લાગ્યું કે જાણે પરિશ્રમનું ફળ જાણે નિહાળી રહયાં હોય ગામ જાણયું કે પાણી બોલવામાં બે સેકન્ડ પણ નથી થતી, પરંતુ પાણી મેળવવામાં બે જનમ પણ ઓછા લાગે છે. ગામ દ્રારા સંકલ્પ લેવામાં આવ્યો કે આટલી મહેનત બાદ આવેલ પાણીની મહતા આપણે હજુ પણ નહી સમજીએ તો આપણી આવનારી પેઢી પાસે પાણી એક માત્ર શબ્દ તરીકે જ રહી જશે.
આ યોજનાની વિશિષ્ટતા એવી છે કે, ગામથી કુવો અંદાજે ૧ કી.મી. દુર હોય ગામમાંથી મોબાઈલ સેન્સર દ્વારા ઓપરેટીંગ કરવામાં આવે છે. જ્યારે પંમ્પીગ સ્ટેશનમાં લગાવવામાં આવેલ ઇન્સ્ટ્રુમેન્ટમાં સીમકાર્ડ લગાવવામાં આવેલ હોય છે જ્યારે ગામમાંથી કોલ કરવામાં આવે ત્યારે ચાર ડીજીટનો કોડ નંબર લગાવતા મોટર ચાલુ અને બંધ કરી શકાય છે.
તેમજ ઇલેક્રટીક લાઇટ છે કે નહી તેની તેમજ મોટરના એમ્પીયરની પણ જાણકારી આ સિસ્ટમથી મોબાઇલમાં મળે છે. અને ગામમાં ૨૪x૭ પાણી મળે છે. મહિલા પાણી સમિતિ ધ્વારા બચાવ તથા બગાડ માટે કડક નિયમો પણ કરવામાં આવ્યા છે. દરેક પાણી કનેકશન દીઠ વાર્ષિક રૂા.૩૫૦/- પાણીવેરાની રકમ એકત્ર કરી બેંકમાં જમા કરાવી વહીવટ કરવામાં આવે છે.
ચોમાસામાં કુવામાં કલોરીનેશન પણ કરવામાં આવે છે. આ યોજના થકી એકજ સોર્સમાંથી પાણી પુરવઠો મળવાના કારણે આર.ઓ.બંધ થતા વીજળીની બચત થાય છે તથા ઘર વપરાશ માટે મોટર દ્વારા પાણી ચઢાવવામાં આવતું જેમાં વીજળી દરમાં ફાયદો થયેલ છે ચા ફાટી જવી, દાળ ના ચઢવી તેવા પ્રશ્નોનો નિકાલ થયેલ છે તેમજ બહેનોના દુરથી પાણી લાવવાના સમય ની બચત થતાં ખેતી કામ માટે પણ સમયનો ઉપયોગ કરવામાં આવે. પાંચ મહુડીયા ગામની પાણી સમિતિની બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ હમણા જ સરકારશ્રી દ્વારા વાસ્મો મારફત રૂા.૫૦૦૦૦ હજારનો એવોર્ડ આપવામાં આવ્યો છે.