મહીસાગરમાં “પોષણ માહ ૨૦૨૦” ઉજવણી દરમિયાન પોષણના સંદેશ સમજાવતા પોષણ તોરણ બનાવામાં આવ્યા
લુણાવાડા: રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાકુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીમતી શિલ્પાબેન. એ ડામોરની રાહબરીમાં આંગણવાડીઓમાં સોશિયલ મીડિયાના માધ્યમથી “પોષણ માહ ૨૦૨૦”ની ઉજવણી કરવામાં આવી રહી છે.આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા સખી અને સહસખી દ્વારા પોષણ સંદેશાના તોરણ બનાવી “પોષણ માહ અંગેના સંદેશ લખી પોષણ જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવાંમાં ગૃહ મુલાકાત,સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર,વેબીનાર,પૂર્વ પ્રસૂતિ તપાસ,સુખડી વિતરણ, હેન્ડ વોશ નિર્દેશન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે પોષણ માહ દરમિયાન પ્રથમ ૧૦૦૦ દિવસ ,અનેમિયા,ઝાડા નિયંત્રણ,હેન્ડ વોશ અને સેનિટેશન અને પોષ્ટિક આહારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોષણ માહ ૨૦૨૦ માં પાંચ બાબતો પર મુખ્ય ભાર મુકવામાં આવ્યો છે.
તેમજ પુર્ણા સખી અને સહસખી અને કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવામાં આવ્યા અને તેના ઉપર મુખ્ય ૬ સંદેશા લખવામાં આવ્યા. જેમાં સ્વછતા,આઈ.એફ.એ ગોળીઓ,કૃમિનાશક ગોળીઓ,ટી.એચ.આર ,પોષણ યુક્ત આહાર,મમતા દિવસના સંદેશાઓ પોષણ તોરણ ઉપર લખી અતિ કૂપોષિત બાળકો અને જોખમી સગર્ભા માતાઓને આ પોષણ તોરણ આપવામાં આવશે અને સાથે સાથે સંદેશની સમજ પણ આપવામાં આવશે.આમ મહીસાગર જીલ્લામાં સોશિયલ મીડિયા દ્વારા વિવિધ પ્રવૃતિઓ પર “પોષણ માહ ૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી રહી છે.