મહીસાગરમાં ૧લી થી ૭ મી ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે
લુણાવાડા,: વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટમાં ઉજવાતો સ્તનપાન સપ્તાહ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલાક બાળકો સતત બિમાર રહેતા હોય છે અને જ્યારે કેટલાક બાળકો હંમેશા નીરોગી અને સ્વસ્થ રહેતાં હોય છે એક જ વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓ માં વર્ષના પ્રથમ આગમન સાથે જ અમુક ને તરત શરદી ખાંસી તાવ આવી જતા હોય છે. જ્યારે કેટલાંક બાળકોમાં ઋતુઓની વિષમતા ની કોઈ અસર થતી નથી આવું થવાનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ. કોરોના મહામારીના આ સમયમાં પણ વ્યક્તિઓને રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે.
ત્યારે બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જન્મની સાથે જ કરાવવામાં આવતું અને ત્યાર બાદના પ્રથમ છ માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝુંમવાની અમોઘ શક્તિ પ્રદાન કરે છે.
મહિસાગર જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા,જિલ્લા પંચાયત અંતર્ગત તમામ તાલુકામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પણ આ સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ટીવીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફતે ફેસબુક WCD GUJARAT પેજ પર પણ સ્તનપાન સપ્તાહના કાર્યક્રમો બતાવવામાં આવી રહ્યા છે
જેમાં પ્રસુતિ માટેની પૂર્વતૈયારી અને સ્તનપાનનું મહત્વ સમજાવામાં આવી રહ્યું છે. તા. ૧લી થી તા ૭ મી દરમ્યાન જન્મનાર જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માતા બનવાની શક્યતા હોય અને માતા બને તેમના કુટુંબને એક છોડ આપવામાં આવશે તથા બાળક અને છોડની સરખી કાળજી લેવાની સમજ આપવામાં આવશે. જે બાળકો આ રીતે મોટા થશે તેઓ આ છોડને વૃક્ષ થતાં જોશે અને પ્રકૃતિ સાથે આપોઆપ જ તેનો લગાવ બની જશે.
તેમના જીવનમાં પ્રકૃતિ સાથેનો નાતો અતૂટ હશે અને તેઓમાં કાયમ પ્રકૃતિની માવજત રાખવાનો સંબધ બનશે. અને એકદમ પ્રકૃતિ તરફ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે લોકોમાં પ્રકૃતિના ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાન થી થતા ફાયદા થી અવગત કરવામાં આવ્યા છે. તા. ૧લી થી તા ૭ મી દરમ્યાન જન્મનાર બાળકોનાં ઘરે અને આ સપ્તાહમાં ડીલીવરીની સંભવીત તારીખ હોય તેવી સગર્ભા મહિલાઓને ઘરે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે