મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટી/સાઇટ પર થયેલ કામગીરી સમીક્ષા બેઠક કલેક્ટરશ્રી આર.બી. બારડની અધ્યક્ષતામાં યોજાઇ
લુણાવાડા: ગુજરાતના પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક રોજગારી અને પર્યટકોને આકર્ષવાના બહુહેતુક અભિગમઅંતર્ગતમહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટી/સાઇટ પર થયેલ કામગીરી સમીક્ષા બેઠક કલેક્ટર શ્રી આર.બી. બારડની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ ઉપસ્થિતીમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ૧૯મી નવેમ્બર-૨૦૧૯ સવારે ૧૦/૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી આર.બી. બારડની અધ્યક્ષતામાં પ્રવાસન અંગેની બેઠક મળી હતી.
મહીસાગર જિલ્લાના ઇકો ટુરીઝમ સ્થળોના વિકાસ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ અંગેના રચનાત્મક સૂચનો જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સબંધમાં કલેશ્વરી સાઇટનો વિકાસ, કેદાર સાઇટ વિકાસ, કડાણા સાઇટ વિકાસ, સ્વરૂપ સાગર તળાવ વિકાસ તેમજ માનગઢ હિલના વિકાસ માટે બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રોજેક્ટના વિકાસના કામો બાબતો આર્કીટેક એજન્સી તથા ટેન્ડરીંગ પ્રક્રિયા સંદર્ભમાં જિલ્લાના સબંધિત અધિકારીઓને કામગીરી સોપવા વ્યુહ રચના ઘડવામાં આવી હતી જેમાં સ્થાનિક સમુદાયો તથા સ્ટેક હોલ્ડર્સ (હેરીટેજ હેન્ડીક્રાફ્ટ) ને લગતું હોલિસ્ટીક પેકેજ બાબતની ચર્ચા તથા પ્રવાસન સ્થળોએ પે.એન્ડ યુઝ શૌચાલય તથા અન્ય એવા કામો પબલીક પ્રાઇવેટ પાર્ટનર મોડ હેઠળ હાથ ધરવા જેવી તેમજ પ્રવાસન સ્થળોની થયેલ કામગરીની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા જિલ્લા આયોજન અધિકારીશ્રી તથા પ્રવાસન વિકાસના સરકારી સભ્યો અને સબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.