Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લામાં આદર્શ સાંસદ ગામ માલવણ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો  યોજાયો  

લુણાવાડા: રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગર દ્રારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાના માધ્યમથી રોજગાર વાચ્છું યુવાઓ માટે રોજગારીની નવીન તકોનું નિર્માણ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં રાજ્યની નાની મોટી ખાનગી ક્ષેત્રની ઔદ્યોગિક કંપનીઓ ભાગ લે છે અને લાયક ઉમેદવારોને નોકરીની તકો મળે, એકમોને ભરતી માટે કરવો પડતો ખર્ચ ઘટે અને લાયકાતો ધરાવતા ઉમેદવારોની પસંદગીમાં સરળતા રહે એ માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે

તે સંદર્ભે  મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આદર્શ સાંસદ ગામ માલવણ ખાતે એચ.એચ.શેઠ હાઇસ્કુલના પટાંગણમાં જિલ્લા કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો જિલ્લા રોજગાર અધિકારી શ્રીમુકેશભાઇ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવો તથા નોકરીદાતાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રોજગાર વાંચ્છુંઓને સંબોધન કરતા શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં ઔદ્યોગિક  ક્ષેત્રનો  ખૂબજ ઝડપી વિકાસ  થઇ  રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના  ઉદ્યોગોમાં કુશળ તેમજ બિન કુશળ ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવતી હોય છે તો ઉપસ્થિત નોકરી દાતાઓને જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના વધુમાં વધુ ઉમેદવારોને નોકરી આપવા અપીલ કરી હતી. તેમજ રોજગાર વાચ્છુઓએ પણ જે સ્થળે નોકરી મળે ત્યાં ખંત નિષ્ઠા અને જવાબદારી પુર્વક ફરજ બજાવવા શિખામણ આપી નોકરી વાંચ્છુઓને શુભેચ્છા પણ પાઠવી  હતી.

આ જિલ્લા કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ૩૨૯ જેટલા રોજગાર વાંચ્છુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાં રિલાએબલ ફસ્ર્ટ એડકોન પ્રા.લી અમદાવાદ,વેલ્સન ફાર્મર ફર્ટીલાઇઝર પ્રા લી આણંદ , એલઆઇસી ઈન્ડીયા સંતરામપુર, કોજેટ ઇ સર્વિસિસ પ્રા લી વડોદરા,ચેકમેટ સર્વિસિસ વડોદરા, ગુરૂકુલ મેનેજમેન્ટ ગોધરા,એ.ડી.એસ. ફાઉન્ડેશન અમદાવાદ અને રાધા સ્વામી એજયુકેશન ટ્રસ્ટ લુણાવાડા સહિત કંપનીઓના નોકરી દાતાઓ ઉપસ્થિત રહી આસી.મેનેજર, કાઉન્સેલર, ઓપરેટર, ઇન્શ્યોરન્સ એજન્ટ, સિકયુરીટી ગાર્ડ,ટેલી કોલર, હેલ્પર જેવી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓના ઇન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાં જગ્યાઓની ભરતી માટે અસલ પ્રમાણપત્રો, બાયોડેટા, પાસપોર્ટ ફોટા સાથે આ મેળાના સ્થળે રોજગાર  વાંચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં એચ.એચ.શેઠ હાઇસ્કુલના આચાર્યશ્રી એચ.કે.જોષીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. રોજગાર કચેરીના કાઉન્સેલરશ્રી પ્રિયકાબેને ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત ઔદ્યોગિક ક્ષેત્રના નોકરી દાતાઓના દ્વારા ૮૭ થી વધુ રોજગાર વાંચ્છુ ઉમેદવારોની પ્રાથમીક પંસદગી કરવામાં આવી હતી. રોજગારી મેળવનાર યુવાનોએ ભરતી મેળા અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.