મહીસાગર જિલ્લામાં ઉમેદવારોના ખર્ચના હિસાબોની ચકાસણી
લુણાવાડા : ભારતના ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં ૧૨૨- લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન અર્થે ખર્ચ નિરીક્ષક તરીકે બી.લક્ષ્મીનારાયણની નિમણૂંક કરવામાં આવી છે.
લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના ખર્ચ બાબતે ભારતના ચૂંટણી પંચ ધ્વારા આપેલ ગાઇડ લાઇન મુજબ અમલ થાય તે માટે ખર્ચ નિરીક્ષક સતત દેખરેખ રાખશે.
ચૂંટણી ખર્ચને લગતી કોઇપણ ફરીયાદ હોય તો તે ખર્ચ નિરીક્ષકના મો.નં-૮૧૪૧૪૫૯૫૪૧ તેમજ લેન્ડ લાઇન ફોન/ફેક્સ નં- ૦૨૬૭૪-૨૫૨૫૯૮ ઉપર તેમનો સંપર્ક કરી શકાશે.
ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર બી લક્ષ્મીનારાયણની અધ્યક્ષતામાં ઉમેદવારોના ખર્ચ તપાસણી અંગે તા.૯ મી અને ૧૪/૧૦/૨૦૧૯ ના રોજ સરકીટ હાઉસ લુણાવાડા ખાતે કરવામાં આવી હતી. જેમાં૧૨૨-લુણાવાડા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બ્રીજેશ મોડીયા,મદદનીશ ખર્ચ નિરીક્ષક,જિલ્લા તિજોરી અધિકારી હાજર રહી હિસાબોની ચકાસણીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ઉપરાંત તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ બપોરના ૦૩-૦૦ કલાકે સરકીટ હાઉસ લુણાવાડા ખાતે હિસાબના ખર્ચની ચકાસણી કરવામાં આવશે.