Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લા આાયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર
લુણાવાડા: મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ (રાજય કક્ષા) પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન વિડીયો કોન્ફરન્સ હોલ મહીસાગર ખાતે યોજાય હતી. આ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા તેમજ એજન્ડા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ અને નગરપાલિકા કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે, સરકાર ગ્રાન્ટ આપે છે તો કામની ક્વોલીટી જળવાવી જોઇએ. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા વિકેન્દ્રીત આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા. તાંત્રિક અને વહીવટી મંજૂરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફેરફાર કરાયેલા કામોને અગ્રીમતા આપવા જણાવ્યું હતું અને વિકાસના કામો ઝડપી અને ગુણવત્તા યુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારે તેમના પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા,

અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી પ્રગતિમાં અને બાકી કામો અંગે માહિતી મેળવી સમય મર્યાદામાં પુર્ણ કરવા તાકિદ કરી હતી. આ બેઠકમાં અગાઉ મળેલ જિલ્લા આયોજન મંડળ તેમજ જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકની કાર્યવાહી નોંધની બહાલી, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સામે મહીસાગર જિલ્લા માટે સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, જિલ્લા કક્ષા હેઠળ મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન મંજુર કરવા, બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ નું નવીન આયોજન મંજુર કરવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર કરેલ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના માહે મે -૨૦૨૦ અંતિત બાકી કામોની સમીક્ષા તેમજ સ્ઁન્છડ્ઢજી હેઠળ મંજુર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં ૯૮૧.૬૨ લાખના મળેલ આયોજનની સામે ૮૭૫.૦૦ લાખની મળવાપાત્ર જોગવાઇના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે બેઠકની શરૂઆતમાં પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું, આભાર દર્શન આયોજન અધિકારીશ્રી આર.આર.ભાભોરે કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન ખાંટ, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લાના ધારાસભ્યો સર્વશ્રી કુબેરભાઇ ડીંડોર, જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.ઠક્કર, ડી.આર.ડી.એ ડાયરેક્ટરશ્રી જે.કે.જાદવ તેમજ આયોજન કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજીક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીઓ, તાલુકા પંચાયત જિલ્લાં પંચાયતના સદસ્યો, નગરપાલીકાના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા અને તાલુકાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.