મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
મહીસાગર જિલ્લામાં ચેપી નોવેલ કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરાયા
હાલમાં સમગ્ર વિશ્વમાં WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં નાવેલ કોરોના વાયરસ (COVID-19) ના ભારતમાં પણ કેસો નોંધાયેલ છે. આ અનુસંધાને તેના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે તાત્કાલીક પગલા લેવા માટે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના એપેડેમીક ડીસીઝ એકટઅનુસાર નોવેલ કારોના વાયરસ ( COVID 19 ) ચેપી પ્રકારનો હોઇ સલામતીના ભાગ રૂપે સરકારની ગાઈડલાઈન મુજબ શંકાસ્પદ કેસો અથવા સંક્રમણ યુકત વિસ્તારમાંથી મુસાફરી કરીને પરત ફરેલા લોકોને કોરોન્ટાઈન કરવાની જોગવાઈ ધ્યાને લઈ મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે જાહેરનામું પ્રસિદ્ધ કરી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનાં સરકીટ હાઉસ અને મોડેલ સ્કૂલ, કડાણા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ, દિવડા કોલોની લુણાવાડા તાલુકામાં બ્રાઈટ ડે સ્કૂલ, નવા કાળવા વિરપુર તાલુકામાં ધનવન્તરી આર્યુવેદીક કોલેજ સંતરામપુર તાલુકામાં મોડેલ સ્કૂલસેન્ટરોને કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કર્યા છે.