મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાય
લુણાવાડા: મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના સહ અધ્યક્ષપણા હેઠળ અને ધારાસભ્ય સર્વશ્રી કુબેરભાઇ ડીંડોર, જીગ્નેશભાઇ સેવક તથા ઇનચાર્જ જિલ્લા કલેકટર શ્રી નેહા કુમારીની ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાય હતી.
આ બેઠકમાં અધ્યક્ષશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, એન.આર.એલ.એમ.યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, આત્મા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, PMJAY યોજના, શિક્ષણ, આરોગ્ય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્યાણ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, રોજગાર, કૌશલ્ય વર્ધન યોજના, અને વન અધિકાર અધિનિયમ યોજના હેઠળ થયેલા કામોની વિસ્તૃત ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા કરી જરૂરી સલાહ સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવા હાકલ કરી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી પંચમહાલ અને ધારાસભ્યશ્રીઓએ રજુ કરેલ પ્રશ્નોનો કલેક્ટરશ્રીની નિગરાની હેઠળ સંતોષકારક જવાબો આપી કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવે કર્યું હતું.
આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી લુણાવાડા, ખાનપુર, લુણાવાડા નગરપાલીકા પ્રમુખશ્રી, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.ઠક્કર, જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીના સભ્યશ્રીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.