મહીસાગર નદીના કીનારે પાણીમાં બચાવ કામગીરીનુ પ્રદર્શન
મહીસાગર જિલ્લાના નાગરીકોનો ચોમાસામાં પુરની પરિસ્થિતિને પહોચી વળવા NDMAની ગાઇડલાઇન અનુસાર હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે પાણીમાં બચાવની કામગીરીનુ કૌશલ્યનુ પ્રદર્શન કરવામાં આવ્યુ
મોક એક્સરસાઇઝ દ્વારા આવનાર ચોમાસા માટે વહીવટીતંત્ર સંપુર્ણ સજજ અને નાગરીકોને શ્રેષ્ઠ સગવડ ઉ૫લબ્ઘ કરાવવાની પ્રતિબઘ્ઘતા વ્યકત કરી
ગોધરા,
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે, વિસ્તાર ગંભીર પૂરથી પ્રભાવિત થયો હતો, અને સિંચાઈ વિભાગે કડાણા જળાશયમાંથી પાણી છોડ્યું હતું, જેના પરિણામે નજીકના હાડોદ પુલ પાસે મહી નદી નુ જળ સ્તર ખતરાની રેખાથી ઉપર 1 મીટર સુધી વધી ગયેલ હતી. જેના કારણે મહી નદી પાસેના ગામડાઓમાં પૂર આવે છે.
પૂરને કારણે નદી પાસેના ખેતરમાં 8 થી 10 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા, અને બીજી ઘટના કે જેમાં મહી નદીમાં 4 નાગરિકો સાથે નાગરિકોની હોડી પલટી ગઈ હતી તેઓનુ સફળતા પુર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ” ચોમાસામાં પુરથી મહીસાગર જિલ્લાના નાગરીકોનો બચાવ તેમજ પુરની પરિસ્થિતિને પહોચી વળવા NDMAની ગાઇડલાઇન અનુસાર 06 NDRF ટીમ ઘ્વારા કમાન્ડન્ટ NDRF અને. માન.કલેકટર સાહેબ મહીસાગરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે તમામ લાઇન ડીપાર્ટમેન્ટ જેવા કે, મહેસુલ વિભાગ, પોલીસ ડીપાર્ટમેન્ટ, ફાયબ્રિગેડ લુણાવાડા નગરપાલીકા, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા, સિંચાઇ વિભાગના, મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થાના અઘિકારીઓની હાજરીમાં ટેબલટો૫ એકસરસાઇઝ કરવામાં આવેલ.
ત્યારબાદ લુણાવાડા તાલુકાના મોજે.હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે પુરની પરિસ્થિતિમાં કોઇ નાગરીક પણીમાં ફસાઇ જાય ત્યારે તેમના બચાવ માટે સ્થાનિક ટીમ, NDRF ટીમ બચાવના આઘુનિક ઉ૫કરણો તથા ઘર વ૫રાશના સાઘનો ઘ્વારા ડુબતા વ્યકિતનો કઇ રીતે બચાવ કરવો તે માટે નદીના પાણીમાં બચાવની કામગીરીનુ કૌશલ્યનુ પ્રદર્શન કરવામાં આવ્યુ
જેમાં જિલ્લાના વહીવટી તંત્ર તથા ડીઝાસ્ટર સંલગ્ન ખાતાના અઘિકારીઓ હાજર રહયા હતા. સાથે સાથે જિલ્લામાં ઉ૫લબ્ઘ તમામ બચાવ સામગ્રી જેવા કે ફાયર ફાઇટર, સેફટી બોટ, સેફટી જેકેટ તથા એમ્બુલન્સ સાથે મોક એકસરસાઇઝ કરવામાં આવી. જે બાદ અઘિકારીઓએ આવનાર ચોમાસા માટે વહીવટીતંત્ર સંપુર્ણ સજજ અને નાગરીકોને શ્રેષ્ઠ સગવડ ઉ૫લબ્ઘ કરાવવાની પ્રતિબઘ્ઘતા વ્યકત કરી.
જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ વિભાગ સાથે સંકલન કરી મોકડ્રીલ ને સફળ બનાવવામાં આવેલ હતી. આ મોકડ્રિલ મારફત તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવેલ હતી. મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમ્યાન તમામ વિભાગો દ્વારા પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સુચનો પણ કરવામાં આવેલ હતા.
સાથે સાથે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનજીઓ દ્વારા પણ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી.
આ મોક એક્સરસાઇઝ દરમ્યાન એ.આઇ.સુથાર નિવાસી અધિક ક્લેક્ટર, આલોકસિંહ ગૌતમ SDM લુણાવાડા, રામેશ્વર યાદવ સેક્ન્ડ ઇન કમાંન્ડ 06 NDRF, મહેન્દ્ર ઠાકરે PI 06 NDRF, પી.એસ.વળવી, ડિ.વાય.એસ.પી મહીસાગર,મામલતદાર લુણાવાડા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા