મહુધાના ખુંટજ ગામેથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૧૬/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા – નડીયાદ
નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત , અ.હેકકો વિનોદકુમાર ,ધર્મપાલસિંહ , ઋતુરાજસિંહ , અમરાભાઇ , કેતનકુમાર , પંકજકુમાર તથા પો.કો.પ્રધ્યુમનસિંહ વિગેરે પોલીસ માણસો સાથે ઓફિસે હનજર હતા.
દરમ્યાન અ.હેડ.કો. અમરાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મહુધા પો.સ્ટે હદના ખુંટજ ગામ મલેકપુરા વિસ્તારમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે એજાે યુનીસભાઇ મલેક રહે.ખુંટજ ગામ , મલેકપુરા , રાઠોડપુરા જવાના રસ્તા પર તા.મહુધા જી.ખેડા નાઓના કબ્જા ભોગવટાના મકાનમાં સંતાડેલ ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂ બોટલ નંગ -૨૮૮ કિ.રૂ .૧,૧૫,૨૦૦ / –
તથા બીયર ટીન નંગ- કુલ્લે -૨૦૪૦ કિં.રૂ .૨,૦૪,૦૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન -૧ કિં.રૂ .૫૦૦૦ / – મળી કુલ્લે – કિં.રૂ .૩,૨૪,૨૦૦ / – ના પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટ નો મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ તથા બીજા નાસી જનાર ઇસમો તેમજ વિદેશી દારૂ મોકલનાર તમામ ઇસમો વિરુદ્ધમાં મહુધા પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ અ.હેડકો.અમરાભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરવામાં આવેલ છે