મહુધાના ચોખંડી ભાગોળમાંથી ૮ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદનાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં પ્રોહી / જુગાર પ્રવૃતિ અટકાવવા સારૂ આપેલ સુચના મુજબ ગઇ તા .૨૦ / ૦૩ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર ટરશ્રી એલ.સી.બી ખેડા – ન નાઓની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સબ.ઇન્સ ડી.બી.કુમાવત નાઓ સાથે ,
અ.હેડકો.વિનોદકુમાર , અમરાભાઇ ,ઋતુરાજસિંહ , મહાવીરસિંહ , રાજુભાઇ , રઘુવીરસિંહ , શીવભદ્રસિંહ , કેતનકુમાર તથા રણજીતસિંહ , વિગેરે પોલીસ માણસો ઓફિસે હાજર હતા દરમ્યાન અ.હેઙકો.અમરાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે મહુધા ચોખડી ભાગોળ ખાતે રેઇડ કરતા કુલ ૦૮ ઇસમો જુગાર રમતા ઝડપી પાડી પકડાયેલ તમામ
આરોપીઓની અંગ – જડતી માંથી મળી આવેલ રોકડા રૂ .૩૯,૦૦૦ / – તથા દાવ પરના રોકડા રૂ .૯૫૦૦ / – તથા પત્તા – પાના નંગ- ૫૨ કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ્લે રૂ .૪૮,૫૦૦ / -ના જુગારના સાધનો સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ મહુધા પો.સ્ટે . જુગારા ધારા મુજબનો ગુનો રજી.કરાવેલ છે .
( ૧ ) મોજીબઅખ્તર ઉર્ફે કારીગર સીરાજાેદ્દીન કાજી ( ર ) આરીફહુશેન ફતેમહમંદ શેખ રહે , ( ૩ ) હબીબમી ડોસુમીયાં મલેક ( ૪ ) અકબર હાજીમહમંદ ખોલીયાવાલા ( છીપા ) ( ૫ ) ઇરસાદમીયાં સોકતઅલી સૈયદ ( ૬ ) રસીકભાઇ છગનભાઇ તળપદા ( ૭ ) મહમંદઅજરૂદ્દીન ઇસ્મુદ્દીન કાજી ( ૮ ) દિનેશભાઇ મોતીભાઇ પરમાર નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.