મહુધામાં ભાઈ–ભાભીનું ખુન કરનાર નાના ભાઈને ફાંસીની સજા
નડીઆદની સેસન્સ અદાલતનો ઐતિહાસીક ચુકાદો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) બનાવની વિગત એવી છે કે , આ ગુનામાં મરણજનાર વિકકીભાઈ તથા મ૨ણજનાર ટવીન્કલબેન નાઓ આ કામના આરોપી વિપુલભાઈ ભરતભાઈ પટણીના સગા ભાઈભાભી થાય છે .
મરણજનાર વિકકીભાઈ તથા તેઓના પત્નિ મરણજનાર ટવીન્કલબેન મુળ ૨ હે . અમદાવાદ , બાપુનગર , શુભ લક્ષ્મીફલેટના રહેવાસી હતા . મરણજનાર બંને જણા એકજ પટણી સમાજના હતા . તેમજ નજીક નજીકના રહેવાસી હતા . તે બંને જણાએ પ્રેમ લગ્ન કરી લીધેલા .
અને લગ્ન કર્યા પછી બંને અમદાવાદ છોડી અલીણા ગામે તા.મહુધા ખાતે સાહેદ હંસાબેન મનહરભાઈ પટેલ ના મકાનમાં રહેવા ગયેલ.મરણજનાર બંને જણાએ એકબીજાના માતા પિતાની મરજી વગર એકબીજા સાથે ભાગી જઈ લગ્ન કરેલ હોય તેના કારણે આરોપીના માતા પિતાએ તથા ઘરના બીજા માણસોએ પોતાનું મકાન છોડીને બીજી જગ્યાએ ભાડાના મકાનમાં રહેવા જવું પડેલું .
અને સમાજમાં ઘણું વેઠવું પડ્યું હતું તેમજ સહન કરવું પડતું હતું જેથી આરોપીના મનમાં લાગી આવેલું અને તેણે પોતાના સગાભાઈ વીકકીભાઈ તથા ભાભી વીકલબેન બંને જણાઓનું ખુન કરી કાસળ કાઢી નાખવાનું નકકી કરેલું . અને તે મુજબ આરોપીએ પ્રિપ્લાન બનાવી
તા .૪ ૮ ૨૦૧૭ નારોજ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં લઈ મરણજનાર વીકકીભાઈ તથા ભાભી ટવીકલબેન નામનો કેસ કઢાવી તે કૈસો પેપરો મારફતે આરોપીએ ઉંઘની ગોળીઓ ( લોરાજીફાર્મ ) મેળવી વધુ પ્રમાણમાં મેળવી તથા અમદાવાદ પાનકોર નાકા ( ઘી કાંટા ) વિસ્તારમાં આવેલ જર્મની સ્ટીલ સીઝર નામની દુકાનેથી એક લોખંડનો છરો ખરીદ કરી તેની ધાર દુકાનદાર પાસે વારંવાર કઢાવી તે છરો લઈ
અને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાંથી લીધેલ લોરાજીફાર્મની ગોળીઓને પાણીમાં ઓગાળી પ્રવાહી બનાવી બોટલ ( શીશી ) લઈ તા .૪ ૮ ૨૦૧૭ નારોજ સાંજના સમયે અમદાવાદ થી ખાત્રજ ચોકડી ખાતે આવી ભજીયાની લારીવાળા પાસે બેસી પોતાની પાસે લાવેલ બેસન આપી
બેસનમાં ઘેનનું ગોળીઓનું બનાવેલ પ્રવાહી ઉમેરી તેના ભજીયા બનાવડાવી તેના ભાઈ વીકકીભાઈને ફોન કરી કહેલ કે તા ૨ા માટે ભજીયા લઈ આવું છું તેમ કહી અલીણા ગામે શીવ શકતી સોસાયટીમાં પોતાના ભાઈ તથા ભાભીને ઉધની ગોળીઓવાળા બનાવી લાવેલ ભજીયા ખવડાવી
બંને જણાઓને બેભાન ક ૨ી વીકકીભાઈના હાથપગ પાછળની બાજુ બાંધી વીકકીભાઈના ગળા તથા માથાના ભાગે લોખંડના છરાથી ઉપરા છાપરી ઘા કરી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવેલ તથા ટીંકલબેનના ગળાના ભાગે લોખંડના છરાના તથા છરીના ઘા કરી
ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવેલ . અને ગુનામાં વાપરેલું લોખંડનો છરો તથા છરી ઘરના ધાબા ઉપર જઈ ઘ૨ ની સામે આવેલ ખુલ્લી જગ્યામાં તમાકુના રાડીયા ઉ ૫૨ નાખી દઈ ગુનાનો આરોપ ( આક્ષેપ ) પોતાના ઉપર આવે નહીં
તે માટે પોતે પોતાની જાતે પોતાના ડાબા હાથના કાંડા ઉપર છરીથી ઘા કરી મકાનમાં આવેલ બાથરૂમની અંદર જઈ પોતે પોતાની જાતે દ ૨ વાજાના નકુચાના કાંણામાંથી દોરો પરોવી દોરાની મદદથી દરવાજાની બહારની સ્ટોપર બંધ કરી પોતે બાથરુમમાં પુરાઈ ગયેલ અને ત્યારબાદ આરોપીએ પોતે બુમાબુમ કરી આજુબાજુના માણસોને બોલાવેલા અને આવેલ માણસોએ પોલીસને બોલાવેલી.
આ સમગ્ર બનાવ બાબતે મહુધા પો.સ્ટે.ફ.ગુ.૨.નં .૫૦ / ૧૭ થી ગુનો નોંધાયેલો અને પોલીસ તપાસમાં તથા ખોટી ૨ીતે ફરીયાદ આપનાર આરોપી વિપુલ પટણીના પોલીસ ઈન્ટ્રોગેશનમાં આરોપી વિપુલ પટણી પોલીસને ગેરમાર્ગે દોરતો હોવાનું જણાઈ આવતા
પોલીસે ખુબજ ઝીણવટભરી ૨ીતે તપાસ કરતાં ફરીયાદી બનેલ આરોપીએ જ આ ગુનો આચરેલાનું બહાર આવેલું . અને ત્યારબાદ આરોપીએ પોતે ગુનામાં વાપરેલ હથીયાર છરો તથા છરી પોલીસ સમક્ષ શોધી બતાવેલા . સમગ્ર તપાસમાં આરોપીએ ખરીદેલ છરો તથા સીવીલ હોસ્પીટલમાંથી મેળવેલ ઘેનની ગોળીઓ વિગેરેના
તટસ્થ સાહેદોએ આરોપી વિરુધ્ધ પોલીસને નિવેદન આપેલ હોય આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરેલ . જેનો સેસન્સ કેસ નં . ૯૩/૧૭ નો પડેલ જૈ નડીઆદના એડી.સેસન્સ જજ શ્રી ડી.આર.ભટ્ટ સાહેબની કોર્ટમા કેસ ચાલવા ઉપર આવતાં સરકાર તરફે સરકારી વકીલશ્રી ધવલ આર.બારોટ નાઓએ
આશરે ૭૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલા તથા ૨૯ સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલ . વધુમાં દલીલો કરેલ કે , સમાજમાં આવા ગુનાઓ બનતા અટકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે . અને આરોપીએ પોતેજ ફરીયાદી બની પોલીસને ગેરમાર્ગે દોરી પોતાના સગા ભાઈ તથા ભાભીનું ખુન કરેલ છે .
જે રીતે આરોપીએ ઠંડા કલેજે પોતાના સગાભાઈ ભાભી નું મર્ડ ૨ ક ૨ વા માટે પ્રિપ્લાનીંગ ક ૨ેલ અને તે મુજબ ગુનાને અંજામ આપેલ જે જાેતા આ ગુનો રેરેસ્ટ ઓફ ધી ૨૨ નો ગુનો ગણી આરોપી વિપુલ પટણીને ફાંસીની સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જાેઈએ
જેથી આવા ગુનાઓ બનતા અટકે . સરકારી વકીલ ધવલ આર બારોટ નાઓએ રજુ કરેલ દલીલો ના.કોર્ટે ગ્રાહય રાખી આજરોજ ના.એડી.સેસન્સ જજ શ્રી ડી.આર.ભટ્ સાહેબે આરોપી વિપુલ પટણી ને ફાંસીની સજાનો હુકમ ક ૨ેલ છે . હુકમનીચે મુજબ છે . ઈ.પી.કો.ક. ૩૨૮ ના ગુમાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને રુા .૫૦,૦૦૦ / –નો દંડ દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજાઓ હુકમ
—ઈ.પી.કો.ક. ૩૦૨ ના ગુમાં દેહાત દંડની યાને ફાંસીની સજાનો હુકમ અને રુા .૫૦,૦૦૦ / –નો દંડ દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાઓ હુકમ – આરોપી વિપુલભાઈ એ ગુજ ૨ ના ૨ ટવીન્કલબેનના પિતાને રા .૪,૦૦,૦૦૦ / – વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે . – આ કામમાં ગુજરાત સ ૨ કા ૨ શ્રીએ ગુજ ૨ ના ૨ ટવીન્કલબેનના પિતાને રુપીયા ૪,૦૦,૦૦૦ / – વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે .