મહુધામાં મંગળવારે ઔધોગિક ભરતી મેળો યોજાશે
નડિયાદ : પેટા પ્રાદેશિક રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે તા. ૨૨/૧૦/૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, મહુધા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં વિવિધ ક્ષેત્રનાં કુલ ૫ નોકરીદાતાઓ હાજર રહેશે
જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં ધો.૧૦ પાસ કે તેથી વધુ ભણેલા, આઈ.ટી.આઈ-ફીટર, વેલ્ડર, કારપેઈન્ટર, મેશન પાસ તેમજ સ્નાતક ઉમેદવારોની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતી મેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગાર વાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે,
જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ શાળા છોડયાનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે હાજર રહેવા પેટા પ્રાદેશિક રોજગાર અધિકારી, નડિયાદ દ્વારા જણાવાયું છે.