મહુધા્ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સવિતાબેન પરમારની વરણી
ખેડા જિલ્લાના મહુધા તાલુકા પંચાયતમાં ભાજપે ૨૫ વર્ષ બાદ જ્વલંત વિજય મેળવ્યો ભાજપનો ભગવો લહેરાયો
મહુધા્ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે સવિતાબેન રાયસિંહ પરમાર અને ઉપ પ્રમુખ તરીકે શોભનાબેન મુકેસસિંહ સોઢા ની વરણી કરવામા આવી હતી.
આ પ્રસંગે મહુધા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ નિલેશભાઇ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ અને મહુધા તાલુકા પ્રભારી રાજનભાઈ દેસાઈ , જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા મહામંત્રી નરસિંહ ભાઈ ભોજાણી , સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય સરઘસ કાઢવામા આવ્યુ હતુ . (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)