મહુધા ખાતે વિધવા મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
(પ્રતિનિધિ :- મોહસીન વહોરા, સેવાલીયા ) મહુધા ખાતે વિધવા બહેનો માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. અને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર સેમિનારનું આયોજન જનાબ એમ.યુ.મલેક (નિવૃત- સમાજ કલ્યાણ અધિકારી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેવી રીતે વિધવા સહાય મેળવી શકીએ છીએ તે વિશે માહિતી આપવામાં આવી હતી.પોતાના પતિને મૃત્યુ પામ્યા બાદ વિધવા મહિલાઓ માનસિક તણાવ વચ્ચે જીવવા મજબૂર બની જાય છે.
એક તરફ પોતાના ઘરની ભરણ પોષણની જવાબદારી અને બીજી તરફ બાળકોના અભ્યાસની જવાબદારીના કારણે ખુબજ નાણાંકીય ખોટ અનુભવે છે. ત્યારે સરકાર દ્વારા વિધવા મહિલાઓના પૂનઃ ઉત્થાન માટે કટી બદ્ધ બની છે. વિધવા સહાયના ફોર્મ ક્યાંથી મળી રહે અને તેની સાથે જોડવાના પુરાવા તે વિશે વિસ્તૃતવાર માહિતી આપવામાં આવી હતી. તેની અરજી ક્યાં કરવાની તેના નિકાલની સમય મર્યાદા કેટલી છે. આ બાબતે મહત્વની જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.