મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરાયેલી ગાડી ઝડપી પાડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/0608Sajid.jpg)
(પ્રતિનિધિ)નડિયાદ, પાટણ જિલ્લાના સિદ્ધપુરથી મહુધા તાલુકાના મીનાવાડામાં દશામાનાં મંદિરે દર્શન કરવા આવેલ ઠાકોર પરિવારની ઈકો ગાડી ચોરી કરી ભાગેલાં બે તસ્કરો પૈકી એક તસ્કરને મહેમદાવાદ તાલુકાના સિંહુજ ચોકડીએથી મહેમદાવાદ પોલીસે પકડી પાડી ગાડી જપ્ત કરી છે. અને તસ્કરની વધૂ પૂછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રહેતાં જગાજી ભીખાજી ઠાકોર પોતાના પરિવાર સાતે કાકાના પુત્ર મુકેશની ઈકો ગાડી નં.જી.જે.૦૨. એક્સએક્સ. ૪૭૩૩ લઈને મહુધા તાલુકાના મીનાવાડા ખાતે આવેલ દશામાના મંદિરે દર્શન કરવા આવ્યાં હતાં. આ ગાડી મંદિર નજીક ખુલ્લા ખેતરમાં જ્યાં પા‹કગ માટે ફાળવેલી જગ્યામાં ગાડી મુકી દર્શન કરવા મંદિરે ગયા હતાં. તે દરમ્યાન વાહનચોરો તેમની ગાડી ચોરી ભાગ્યાં હતાં. બીજી બાજુ મહેમદાવાદ પોલીસમથકના પીએસઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ મહેમદાવાદ પોલીસ ઘરફોડ તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુનાઓની શોધમાં હતી.
મહેમદાવાદ પોલીસની નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સિંહુજ ચોકડીથી અકલાચા ચોકડી તરફ જવાના રોડ પર પોલીસની પેટ્રોલીંગ દરમ્યાન ઈકો ગાડી નં.જી.જે.-૦૨.એક્સએક્સ-૪૭૩૩ આવી હતી. જેથી પોલીસે તેને ઉભી રાખી હતી. પોલીસને જાઈ ડ્રાઈવર સીટ પર બેઠેલ ઈસમ અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યો હતો. પોલીસે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલ ઈસમને પકડી પાડ્યો હતો. પોલીસને જાઈ ડ્રાઈવર ભાગી જતાં પોલીસને આ બાબતે શંકા પડી હતી. જેથી તેમણે પકડાયેલા અન્ય ઈસમની પૂછપરછ કરતા તેનું નામ વિશાલભાઈ વિજયભાઈ સોલંકી (રહે.જાળીયા, તા.મહેમદાવાદ, હાલ રહે.વડાલી, તા.કપડવંજ) હોવાનું જણાયું હતું. પોલીસે ગાડીનું નિરીક્ષણ કર્યું હતું. અને તલાશી પણ લીધી હતી.
પરંતુ અંદરથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી. ગાડીના આગળના ભાગે નુકસાન દેખાતું હતું. જેથી પોલીસે આ બાબતે વિશાલને પુછતાં તેણે જણાવ્યું હતું કે હલદરવાસ રોડ પર કોઈ વાહને ગાડી ટક્કર મારી હતી. જેથી ગાડીને નુકસાન થયું છે પોલીસે ગાડી વિશે પૂછપરછ હાત ધરી હતી. પરંતુ વિશાલે સંતોષકારક જવાબ ના આપતાં પોલીસે લાલઆંખ કરતાં તેણે આ ગાડી મીનાવાડામાંથી ચોરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ ભાગી છૂટેલ તેના સાગરિતનું નામ શૈલેષભાઈ શંકરભાઈ વસાવા (રહે.વડાલી, તા.કપડવંજ, મૂળ રહે.કાગડીપુરા, તા.વાઘોડીયા) હોવાનું જણાવ્યું હતું.
ઈકો ગાડીની ચોરી બાબતે મહુધા પોલીસમાં જગાજી ભીખાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જેથી મહેમદાવાદ પોલીસે રૂપિયા ત્રણ લાખની ગાડી જે ચોરીની પકડી પાડી હોવા બાબતે મહુધા પોલીસને જાણ કરી છે. અને ગાડી અને પકડાયેલાં વાહનચોરનો કબ્જા મહુધા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. ગાડી ચોરી ભાગેલા તસ્કરને ગણતરીના કલાકમાં જ મહેમદાવાદ પોલીસે પકડી પાડી ગુનાને શોધી પાડ્યો છે.