મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળી આશરે 950ના ભાવે વેચાય છે

(અશોક મણવર, બગસરા) બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી તેમજ ડુંગળીના ભાવો આસમાને ગૃહણીયોના રસોઈ બજેટ ખોરવાઇ જતા મહિલાઓમા ભભૂકી ઉઠેલ રોષ વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાયેલ જેથી શાકભાજી તેમજ ડુંગળીની આવક માર્કેટની અંદર ખુબજ ઓછી થવાનાં કારણે શાકભાજીના ભાવમાં વધારો ત્યારે હાલ ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળી આશરે 950ના ભાવે વેચાઈ રહેલ છે.
અમરેલી જિલ્લા ના બગસરા શાકમાર્કેટમાં શાકભાજી તેમજ ડુંગળીના ભાવો આસમાને ચડતા ગૃહણીયો પોતાનું બજેટ ખોરવાઇ જતા મહિલાઓ મા પણ રોષ ભભૂકી ઉઠેલ છે ત્યારે હાલ અમારા રિપોર્ટર બગસરા શાકમાર્કેટમાં મહિલાઓને પૂછતા મહિલાઓ જણાવેલ હાલ અમો પહેલાં શાકભાજી 25 થી 30 રૂપિયા કિલ્લોએ મળતું પરંતુ અતિ વરસાદ અને અતિવૃષ્ટિના કારણે શાકભાજીની આવક તેમજ ડુંગળીની આવક માર્કેટની અંદર ખુબજ ઓછી થવાનાં કારણે શાકભાજીના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળેલ તો સાલો જાણીએ મહિલાઓ છું કહે છે.
શાકભાજી ખરીદવા આવેલ મહિલાઓએ આ અંગે જણાવ્યા મુજબ કે ઘણા બહેનો તો શાકભાજી લીધાં વગર જતા રહે છે ત્યારે હાલ અમે શાકભાજી અને ડુંગળીના વેપારીઓની પણ મુલાકાત લયને તેમણે જણાવ્યું હતું કે તેમના જણાવ્યા પ્રમાણે અમારે માર્કેટ યાર્ડમાં મોંઘા ભાવે ખરીદી થતાં હોય જેથી અમો પણ અત્યારે મોંધા ભાવે વેચવું પડે છે તો બીજી બાજુ આ અંગેની વધુ જાણવા મળ્યા મુજબ હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદના પગલે ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે.
ત્યારે ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 20 કિલોના આચરે રૂપિયા 950ના ભાવે વેચાઈ હોય જેથી હાલ સમગ્ર રાજય મેઘરાજાએ મહેર કરી છે ત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. આ વખતે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવો પણ આસમાને પહોંચ્યાં છે. આ સમયે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે 2 રૂપિયે કિલો વેચાતી ડુંગળી આટલી મોંઘી કઈ રીતે થઈ? ડુંગળીના આટલા ભાવો કેમ થયા? ત્યારે વરસાદને પગલે ડુંગળીનો પાક 50 ટકાની અંદર સીમિત થઇ ગયો છે હોય તેવું જાણવા મળેલ..