મહેંદીનો રંગ જાય એ પહેલાં કોરોના પતિને ભરખી ગયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona2-6.jpg)
વડોદરા: મહામારી કોરોના વાયરસને કારણે અનેક પરિવાર વેરવિખેર થઇ ગયા છે. ત્યારે વડોદરાનાં કરજણમાંથી પણ આવાં જ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાનાં કરજણ તાલુકામાં લગ્નનાં બીજા દિવસે જ પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેની સરાવાર ચાલતી હતી. લગ્નનાં ૧૩ દિવસ બાદ જ કોરોનાને કારણે પતિનું નિધન થયું છે. જેના કારણે પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ આઘાતજનક સમાચાર સાંભળતા પરિણીતાની પણ તબિયત લથડી છે
તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કરજણ તાલુકાના એક ગામમાં રહેતા યુવાનના લગ્ન મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ થયા હતા. લગ્નના બીજા દિવસે જ પતિને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેણે સારવાર માટે વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ વધારે તબિયત બગડતા કરજણથી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પરંતુ સારવારનાં ૧૩મા દિવસે જ પતિ કોરોના સામેની લડાઇ હારી ગયો હતો. કોરોનાની ૧૩ દિવસની સારવાર બાદ યુવાને અંતિમ શ્વાસ લેતા લગ્નના ૧૩માં દિવસે જ નવદંપતીની જાેડી ખંડિત થઇ ગઇ હતી. પતિના અકાળ અવસાનથી પત્નીની પણ તબિયત વધારે બગડી હતી.
જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. થોડા સમય પહેલા જ કર્ણાટકના ચિક્કમગલુરુમાં પણ આવો જ દુખદ કિસ્સો સામે આવ્યો હતો. ૩૨ વર્ષનો પૃથ્વીરાજનું લગ્નનાં એક દિવસ પહેલા મોત નીપજ્યું હતું. લગ્ન પહેલા તબિયત ખરાબ થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ટેસ્ટ પણ કરાયો. દસ દિવસમાં બે વાર તેની તપાસ કરાઈ પરંતુ બન્ને વાર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. બુધવારે તેને રિપોર્ટ પોઝિટીવ આવતા તેને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. પરંતુ મોત બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. ગુરુવારે તેના લગ્ન હતા અને લગ્નનાં એક દિવસ પહેલા બનેલી આ ઘટનાને કારણે પરિવારમાં માતમ છવાયો હતો.