Western Times News

Gujarati News

મહેંદી હૈ રચનેવાલી સીરિયલનું શૂટિંગ હૈદરાબાદમાં થશે ?

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં મંગળવારે રાતે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ૧૪ એપ્રિલથી (રાતે ૮ વાગ્યાથી) પહેલી મે સુધી (સવારે ૭વાગ્યા સુધી) કર્ફ્‌યૂ હોવાની જાહેરાત કરી હતી. આ કર્ફ્‌યૂને બ્રેક ધ ચેઈન નામ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. જેનાથી ફરી એકવાર એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ છે, કારણ કે આગામી ૧૫ દિવસ સુધી એક પણ સીરિયલનું શૂટિંગ થવાનું નથી.

જાે કે, કહેવાય છે ને કે, શો મસ્ટ ગો ઓન, કેટલાક પ્રોડક્શન હાઉસે પ્લાન બનાવી લીધો છે અને બીજી જગ્યાએ શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. ગશ્મીર મહાજની, સુમ્બુલ તૌકીર અને મયૂરી દેશમુખ સ્ટારર ઈમલી તેમજ શિવાંગી ખેડકર અને સાઈ કેતન રાવ સ્ટારર મહેંદી હૈ રચનીવાલી સીરિયલ સાથે સંકળાયેલા સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે, બંને સીરિયલના પ્રોડક્શન હાઉસે હૈદરાબાદની રામોજી રાવ સ્ટુડિયો શૂટિંગ લોકેશન બદલવાનો ર્નિણય લીધો છે.

ઈમલી સીરિયલની કાસ્ટ અને ક્રૂ અત્યારસુધી મુંબઈમાં શૂટિંગ કરતા હતા, પરંતુ તેઓ હવે ફ્રેશ એપિસોડ માટે હૈદરાબાદ જાય તેવી શક્યતા છે. મહેંદી હૈ રચનેવાલીની કાસ્ટ અને ક્રૂ જે હાલ કોલ્હાપુરમાં શૂટિંગ કરી રહી છે, તેઓ પણ તેમના ફ્રેશ એપિસોડ માટે હૈદરાબાદ શિફ્ટ થાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૨૦માં, જ્યારે ફિલ્મ, ટીવી શો અને એડ ફિલ્મોનું શૂટિંગ ૪ મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું હતું ત્યારે એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જાે કે, આ સમયે પ્રોડ્‌ક્શન હાઉસ કોઈ અન્ય પડકારનો સામનો કરવા માટે તૈયાર નથી અને તેથી આગામી ૧૫ દિવસ સુધી શૂટિંગ માટે મહારાષ્ટ્ર બહાર જવાનો ર્નિણય લીધો છે.

હાલમાં, પ્રોડ્યૂસર અને ઈન્ડિયન ટેલિવિઝન ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ચેરમેન જેડી મજેઠીયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હમણાં અમે પ્રતિબંધોનું પાલન કરીશું, પરંતુ ટૂંક સમયમાં ફરીથી તેમનો સંપર્ક કરીશું. અમે આ મામલે મુખ્યમંત્રીની સાથે છીએ અને તેમના આદેશનું પાલન કરીશું. ગયા વર્ષે જ્યારે તેમણે લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે અમે તેમની સાથે વાત કરી હતી અને તેઓ અમારી પરિસ્થિતિને સમજ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.