મહેન્દ્રસિંહ ધોનીના નિર્ણયથી ૧૩૦ કરોડ ભારતવાસી નિરાશ થયા છે: વડાપ્રધાન
નવીદિલ્હી, ભારતના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નિવૃતિની જાહેરાત કરી દીધી હતી.તેની નિવૃતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર ઉપલબ્ધીઓ માટે અભિનંદન પાઠવ્યા સાથે દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવવા માટે ધન્યવાદ પણ કહ્યું છે મોદીએ બે પાનાનો લાંબો પત્ર લખ્યો છે જેમાં તેમણે ધોનીના શાંત સ્વભાવની પ્રશંસા કરી છે તેમણે કહ્યું કે ધોની હંમેશા દેશના યુવાનો માટે પ્રેરણા રહેશે નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં બધી સિધ્ધિઓ વિષે લખ્યું છે.
તેમણે કહ્યું છેકે ૧૫ ઓગષ્ટના દિવસ તમે હંમેશા આશ્ચર્ય કરનારી સ્ટાઇલમાં એક નાનો વીડિયો મુકીને નિવૃતિની જાહેરાત કરી દીધી જો કે આ આખા દેશ માટે ચર્ચાનો વિષય બનવા માટે કાફી હતું ૧૩૦ કરોડ ભારતવાસી નિરાશ થયા પણ છેલ્લે દોઢ દશકમાં જે પોતાના દેશ માટે કર્યું તેના માટે તે બધા તમારા આભારી છે.તમારી કારકિર્દીને જાેવાની એક રીત આંકડા પણ છે. તમે ભારતના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ રહ્યાં અને દેશને ટોચ પર પહોંચાડયું ક્રિકેટના ઇતિહાસમાં તમારૂ નામ મહાન બેટ્સમેન સુકાનીની સાથે સાથે આ રમતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાં પણ સામેલ રહેશે.
મોદીએ લખ્યું છે કે મુશ્કેલ સ્થિતિમાં તમારા પર ટીમ નિર્ભર કરતી હતી અને તમારી ફિનિશિંગ સ્ટાઇલ હંમેશા પ્રશંસકોને યાદ રહેશે ખાસ કરીને જે રીતે તમે ૨૦૧૧ વિશ્વકપ દેશને જીતાડયો હતો પણ મહેન્દ્રસિંહ ધોનીનું નામ ફકત આંકડા માટે અને જીતવા માટે જ યાદ કરવામાં આવશે નહીં તમને ફકત એક ખેલાડી તરીકે જાેવા તમારી સાથે અન્યાય થશે આપ એક અલગ યુગ હતાં. તમે એક નાના શહેરમાંથી નિકળીને આવ્યા અને દેશની ઓળખ બની ગયા તમે દેશને ગૌરવ કરવા માટે ધણી તકો આપી તમારી સફળતાએ દેશના કરોડો યુવાનોને હિમત અને પ્રેરણા આપી તમે બતાવ્યું કે મોટી સ્કુલ યુનિવર્સિટીમાં અભ્યાસ નહી કરીને એક નાના શહેરમાંથી આવવા છતાં પોતાની પ્રતિભાથી ઉચ્ચતમ સ્તર પર ઓળખ બનાવી શકાય છે. તમે એક નવા ભારતની ઓળખ બન્યા છો જયાં મોટા પરિવારું નામ યુવાનોનું નસીબ બનાવતું નથી પણજાતે જ પોતાનું નામ અને નસીબ બનાવે છે.
મને આશા છે કે સાક્ષી અને ઝીવાને તમારી સાથે વધારે સમય પસાર કરવાની તક મળશે હું તેમને પણ પોતાની તરફથી શુભકામના આપું છું કારણ કે તેમના ત્યાગ અને બલિદાન વગર કશું સંભવ ન હતું આપણા યુવા તમારી પાસેથી શીખી શકે છે કે કેવી રીતે અંગત જીવન અને પ્રોફેશનલ જીવન બેલેન્સ કરી શકાય છે મને તમારી તે તસવીર હજુ પણ યાદ છે જયારે આખી ટીમ જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે તમે પોતાની પુત્રી સાથે રમી રહ્યાં હતાં તમારી નવી સફળતા માટે શુભકામના.HS