Western Times News

Gujarati News

મહેન્દ્ર-ગૌરીને નેપાળી આત્મહત્યા કેસની ફેર તપાસ

અમદાવાદ, મહેન્દ્ર અને ગૌરી નેપાળી આત્મ હત્યા કેસની ફેર તપાસ માટે વડી અદાલતે અરજી ગ્રાહ્ય રાખી. હવે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ કેસમાં તપાસ થશે. નેપાળી આત્મહત્યા અને હત્યા કેસ ફરી એખ વખત ગુજરાતના રાજકારણમાં હલચલ પેદા કરે છે. મહિલાનું મરણોન્મુખ નિવેદન રાજનેતાઓને ભારે પડી શકે છે.

એક કેસની સાથે બીજા કેસ મળીને એક ડઝન ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી શકે છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મુખ્ય પ્રધાન ન રહેતા તેમની સામેનો નેપાળી કુટુંબ આત્મ વિલોપન કેસ અંગેની અરજી-પીટીશન ૨૭ જાન્યુઆરી ૨૦૨૨માં દાખલ કરતી વડી અદાલત. કેસ રી ઓપન કરવા અને રાજકોટની અદાલતે તપાસના આદેશો કરેલા હતા તેનો અમલ હવે થઈ શકશે.

૯ વર્ષ બાદ કેસ ફરી તપાસ કરવામાં આવશે. ધરપકડ કરવી જાેઈતી હતી તે કરવામાં આવી નથી. આરોપીઓએ હવે જામીન લેવા પડશે. રાજકોટ અદાલતનો આદેશ છતાં તપાસ ન કરનારા પોલીસ અધિકારીઓ સામે હવે પગલાં લેવાઈ એવી શક્યતા. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બચાવવા માટેનું પોલીસનું ષડયંત્ર બહાર આવશે.

તપાસ અધિકારીએ શોગંદનામું રજૂ કર્યું છે કે, નેતાઓની કેમ ધરપકડ કરી નથી. રાજકોટની નીચલી અદાલતે તેની અરજી અને શોગંદનામું રદ કરેવું છે. ત્યારે જ રૂપાણીની ધરપકડ થવી જાેઈતી હતી. પણ પોલીસે કરી નથી. હવે ધરપકડ થઈ શકે છે. રી ઈન્વેસ્ટીગેશન કરાશે. ગુજરાત બહારના પોલીસ કે સી બી આઈ દ્વારા તપાસ થઈ શકે છે.

પોલીસનો એકેશન ટેકન રિપોર્ટ બતાવવો પડશે. ૩ લોકો પામે તપાસ થશે. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ કમલેશ મીરાણી, રાજભા ઝાલા કે જે પહેલાં ભાજપના કોર્પોરેટર હતા અને હાલ આમ આદમી પક્ષના પ્રવક્તા છે. ઉપરાંત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે કેસની પુનઃ તપાસ કરાશે.

૨૯ વર્ષના ફરિયાદી ગૌરીબેન ગીરીશભાઈ વિશ્વકર્મા નેપાળી એપ્રિલ ૨૦૧૩માં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ તેને છોટુનગરના ૩૫ વર્ષથી તે સમયે રહેતાં મકાન ખાલી કરવા માટે પરેશાન કરતાં હોવાથી આત્મહત્યા કરી હતી. રાજકોટ મહાનગર પાલિકા સામે સાત લોકોએ એપ્રિલ ૨૦૧૩માં શરીર પર કેરોસીન છાંટી અત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. ગીરીશ, ભરત, આશાબેન, રેખા, બાસુમતી સળગી ગયા હતા.

ફરીયાદી ગૌરી તથા શાંતાબેન ઘટના સ્થળે હાજર હતા. ગૌરીએ હોસ્પિટલમાં મરણોત્મુખ નિવેદન આપ્યું હતું. ૧૧૫ સાહેદો છે ૨૦૨૦માં રાજકોટ કમિશ્નરને ફરિયાદો પણ કેસી વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવા માટે તેમણે માંગણી કરી હતી. બનાવના થોડા દિવસ પછી સાક્ષી તરીકે કે સી વ્યાસે પણ પોલીસને અરજી કરી હતી. પોલીસે પૂરી તપાસ કરવાના બદલે સમરી રિપોર્ટ ભરી દીધો હતો.

કારણ કે મરણોન્મુખ નિવેદનમાં ૩ નામો હાજેર થયા હતા તે ભાજપના નેતઓ હતા. જેમાં ગુજરાતના રાજકોટના ભાજપના નેતા અને ત્યાર પછી મુખ્ય પ્રધાન બનેલા વિજય રૂપાણી આરોપી તરીકે ચાર્શીટમાં નામો છે.

રાજકોટ સ્ટેનેડિંગ કમિટિના અધ્યક્ષ અને હાલના ભાજપના જિલ્લા પ્રમુખ તથા બીજા સામે સમરી રીપોર્ટ ભરેલો છે. જે રાજકોટની અદાલતે ફગાવી દીધા છે. રાજકિય નેતાઓ સામે લડતાં એડવોકેટ કે સી વ્યાસ ઉપર ત્યારની રૂપાણી સરકારે અત્યાચાર કરી ખોટા ગુના કાલ કરી મો બંધ રાખવા માટે ધમકી આપી હતી. આ અંગેની સંપૂર્ણ વિગતો રાજકોટ પોલીસ પાસે મોજૂદ છે. હુમલા, અપહરણ કર્યા હતા.

વિજય રૂપાણીએ પણ કે સી વ્યાસને ધમકીઓ આપી હતી. કે સી વ્યાસ કેન્સરથી પીડાતા દર્દી છે. ધનસુખ ભંડેરી અને અભય ભારદ્વાજે વ્યાસ સાથે ખરાબ રીતે સંપર્ક કર્યો હતો.

વિજય રૂપાણીને પુજત ટ્રસ્ટ માટે આ જમીન પચાવી પાડવી હતી તેથી તેણે સત્તાના જાેરે નેપાળી પાસેથી મકાનો ખાલી કરાવવા રાજકીય સત્તાનો ગેરઉપયોગ કર્યો હતો. નેપાળી પરીવારના જીવીત એક માત્ર વ્યક્તિ મહેન્દ્રની પણ હત્યા કરાવવામાં આવી હતી. પણ ખૂનને અકસ્માતમાં ખપાવવા પ્રયાસો કેટલાંક તત્વોએ કર્યા હતા. તેથી નેપાળી કુટુંબની આત્મહત્યા કેસ પર પડદો પડી જાય.

મહેન્દ્ર નેપાળીએ આ સમગ્ર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી ૫-૦૪-૨૦૧૩માં કરી હતી. ગૌરીનું મોત હોસ્પિટલમાં થયું ત્યારે વિડિયો રેકોર્ડીંગ સાથે તેનું મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતું. જેની વિડિયો પણ હાલ મોજુદ છે. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાનનું નામ પણ લેવામાં આવે છે. બીજા નેતાઓના નામો પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.