મહેન્દ્ર સિંહ ધોની અને આનંદ મહિન્દ્રાને રક્ષા મંત્રાલયની સમિતિના સભ્યો બનાવાયા
નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ૧૫ સભ્યોની ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. એનસીસીને વધુ સુસંગત બનાવવા માટે તેની વ્યાપક સમીક્ષા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે.
ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરનારા મહેન્દ્ર સિંહ ધોનીને હવે આઉટ ઓફ દ ફીલ્ડ જવાબદારીઓ મળવા લાગી છે. પહેલા આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયાના મેંટોર બનાવ્યા છે અને હવે ભારત સરકારમાં તેમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ગુરૂવાર રાતે એક જાહેરાત કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને રક્ષા મંત્રાલય તરફથી બનાવામાં આવેલી ૧૫ સભ્યોની ઉચ્ચ સ્તરીય કમિટીમાં શામેલ કરવામાં આવ્યા છે.
તેમની સાથે આનંદ મહિન્દ્રા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે, નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ અને જામિયા મિલિયા ઇસ્લામિયાના વાઇસ ચાન્સેલર નજમા અખ્તરના નામ પણ આ સમિતિમાં સામેલ છે.
એનસીસી (નેશનલ કેડેટ કોર્પ્સ) ની વ્યાપક સમીક્ષા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે જેથી તેને પહેલા કરતા વધુ સુસંગત બનાવી શકાય.
આ સમિતિના અન્ય સભ્યોમાં એસએનડીટી મહિલા વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ વસુધા કામત, ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન સચિવ મુકુલ કાનિતકર, મેજર જનરલ (નિવૃત્ત) આલોક રાજ, એસઆઇએસ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઋતુરાજ સિન્હા અને ડેટાબુકના સીઇઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય બૈજયંત પાંડાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ (માનદ) છે. સમિતિની રચના બાદ સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘આ સમિતિની રચના એનસીસીની વિસ્તૃત સમજ આપવા માટે કરવામાં આવી છે જેથી તે બદલાતા સમયમાં વધુ સુસંગત બને. દ્ગઝ્રઝ્ર ખાકી યુનિફોર્મમાં સૌથી મોટું સંગઠન છે જેનો ઉદ્દેશ યુવા નાગરિકોમાં ચારિત્ર્ય, શિસ્ત, બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ અને નિઃ સ્વાર્થ સેવાના આદર્શો કેળવવાનો છે.
તે જ સમયે, એમએસ ધોની હજુ પણ ક્રિકેટ મેદાનથી સંપૂર્ણપણે દૂર નથી. તે ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થનારી આઇપીએલ ૨૦૨૧ ના ?? બીજા તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો જાેવા મળશે. ધોનીને આ જવાબદારી મળ્યા બાદ ટિ્વટર પર પોસ્ટ કરતા તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ ધોનીને ટાંકીને કહ્યું કે, ‘હું રાષ્ટ્રની સેવામાં છું અને બધાએ રાહ જાેવી જાેઈએ. રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા ચાલુ છે.HS