Western Times News

Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરશે

ભારતીય ક્રિકેટ સ્ટાર વાવણી કરતા જાવા મળ્યો-લોકડાઉનના સમયમાં આઠ લાખનું ટ્રેક્ટર ખરીદ્યું અને ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવા યોજના બનાવી રહ્યો છે
નવી દિલ્હી,  ભારતને બે વર્લ્ડકપ અપાવનાર પૂર્વ કપ્તાન એમએસ ધોની ક્રિકેટથી દૂર ખેતીમાં વ્યસ્ત છે. આ મહિને તેમણે આઠ લાખનું ટ્રેક્ટર ખરીદ્યુ હતું અને હવે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં થયેલા વર્લ્ડકપ બાદથી જ ક્રિકેટથી દૂર છે અને આ વર્ષે તેમના કરિયરનું અંતિમ વર્ષ માનવામાં આવી રહ્યું છે. આ બાજુ ફેન્સ મેદાન પર ધોનીની વાપસીની રાહ જાઈ રહ્યા છે, તો ધોનીનું ધ્યાન પોતાની ઉપજ વધારવા પર છે.

આ વર્ષે આઈપીએલ દ્વારા મેદાનમાં તેમની વાપસી પણ થવાની હતી. ધોનીએ ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી. પૂર્વ કપ્તાન ધોની લોકડાઉનમાં પોતાના ફાર્મ હાઉસ પર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેણે લગભગ ૮ લાખનું ટ્રેક્ટર પણ ખરીદ્યું.

આ સમયમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે, અને હવે તે ખેતરમાં પણ જાવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ધોનીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે હાથમાં બીજ લઈને ઉભેલા દેખાય છે. તો સાથે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા પણ જાવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ધોનીએ મહિન્દ્રા સ્વરાજ ૯૬૩ એપઈ ટ્રેક્ટર ખરીદ્યું હતું.

રાંચીમાં ધોનીનું ફાર્મહાઉસ સાત એકડમાં ફેલાયેલું છે, જેમાં તેમણે શાનદાર ઘર બનાવ્યું છે, અહીં જ તેમણે શાનદાર બાઈક, કાર માટે મોટું ર્પાકિંગ પણ ઉભુ કર્યું છે. આ સિવાય તેમની પાસે ઘણી જમીન ખાલી છે, જ્યાં તે ખેતી કરી શકે છે. આજ કારણે ધોનીએ એક નવું ટ્રેક્ટર ખરીદ્યું છે. ધોની માટે ટ્રેક્ટર ચાલવવું કોઈ નવી વાત નથી. તે પહેલા પણ ટ્રેક્ટર ચાલવતો જાવા મળ્યા છે. ચેન્નાઈમાં વર્ષ ૨૦૧૮માં તેમને ટ્રેક્ટર પર જાવામાં આવ્યા હતા. આટલું જ નહીં ધોની ટીમ ઈન્ડીયાની બસ પણ ચલાવી ચુક્યા છે. વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથામાં આ ખુલાસો કર્યો છે કે, ટેસ્ટ કપ્તાન પોતાની પહેલી મેચમાં ધોનીએ નાગપુરમાં ટીમની બસ ચલાવી હતી. તે મેચ બાદ ટીમને સ્ટેડિયમથી હોટલ સુધી લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.