મહેબૂબાના ભાઈને EDએ પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા
નવી દિલ્હી, ED એ મની લોન્ડરિંગના એક કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસ્સદુક હુસૈનને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુફ્તી મંત્રીમંડળમાં પર્યટન મંત્રી રહી ચૂકેલા તસ્સદુક હુસૈનને ગુરુવારે પોતાનું નિવેદન નોંધાવવાનું કહેવાયું છે. આ બાજુ પ્રદર્શનમાં સામેલ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને હાઉસ અરેસ્ટ કરાયા છે.
તસ્સદુક હુસૈનને ઈડીએ તપાસ અધિકારી સામે હાજર થવા અને PMLA ની જાેગવાઈઓ હેઠળ પોતાનું નિવેદન નોંધાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે તપાસ કાશ્મીરના કેટલાક વ્યવસાયિકોથી તેમના ખાતામાં કથિત રીતે આવેલા કેટલાક પૈસા સંબંધિત છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમના વિરુદ્ધ રાજકીય બદલાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ પણ ખોટા કામ વિરુદ્ધ અવાજ ઉઠાવું છું ત્યારે કોઈને કોઈ સમન મારા પરિવારના કોઈ સભ્યની રાહ જાેતું હોય છે. આ વખતે મારા ભાઈનો વારો છે.
એક અન્ય મની લોન્ડરિંગ કેસમાં ઈડી તરફથી પૂછપરછનો સામનો કરી રહેલા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેઓ સોમવારે શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં નિર્દોષ નાગરિકોની હત્યાનો વિરોધ કરી રહ્યા હતા. મહેબૂબાએ કહ્યું કે સેના અને પોલીસ તરફથી સોમવારે શહેરની બહારના વિસ્તારમાં ચાર લોકોની હત્યા કરાઈ.
તેમણે આરોપ લગાવ્યો હતો કે માર્યા ગયેલા લોકોને આતંકવાદીઓને શરણ આપનારા ગણાવ્યા હતા. જાે કે આ લોકોના પરિવારે દાવાનો વિરોધ કરતા કહ્યું કે તેઓ નિર્દોષ હતા. આ મામલે પોલીસના વિરોધાભાસી નિવેદનોએ પણ મહેબૂબા મુફ્તી સહિત રાજકીય નેતાઓને તેના વિરુદ્ધ વિરોધ કરવા માટે પ્રેરિત કર્યા.
આ મામલે મહેબૂબા મુફ્તી બુધવારે રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ તેમને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા. પીડીપીનું કહેવું છે કે જમ્મુથી પાછા ફર્યા બાદ પાર્ટી ચીફને નજરકેદ કરાયા છે. મહેબૂબા મુફ્તી લાલ ચોક જવા માંગતા હતા જ્યાં બે લોકોની હત્યાના વિરોધમાં તેઓ પરિવાર સાથે ધરણા પર બેસવા માંગતા હતા. જાે કે આ મામલે હજુ સુધી પોલીસની કોઈ પ્રતિક્રિયા આવી નથી.SSS