મહેબૂબા મુફ્તીનો ડીએનએ જ ખરાબ છેઃ અનિલ વિજ
હરિયાણા, હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારાઓનાં સમર્થનમાં મહેબૂબા મુફ્તીનાં ટ્વીટ પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ તેમના ભારતીય હોવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દોષ મહેબૂબા મુફ્તીનાં ડીએનએમાં છે. તે પોતાને ભારતીય હોવાનું કેવી રીતે સાબિત કરશે?
ટી ૨૦ વર્લ્ડકપ પાકિસ્તાન સામેની હાર બાદ જ્યાં દેશમાં શોકનું વાતાવરણ હતુ, તો જમ્મુ-કાશ્મીરનાં કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનની જીત પર આતીશબાજી કરવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવનારાઓનાં સમર્થનમાં સામે આવ્યા છે. મહેબૂબા મુફ્તીનાં સમર્થનમાં આવ્યા બાદ હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે વળતો પ્રહાર કર્યો હતો.
પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનાં ટ્વીટ પર હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પલટવાર કર્યો છે.
વિજે કહ્યું, ‘મહેબૂબા મુફ્તીનો ડીએનએ જ ખરાબ છે, તેમણે સાબિત કરવું પડશે કે તે કેટલા ભારતીય છે.’ આટલું જ નહીં, અનિલ વિજે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતવા પર ભારતમાં ફટાકડા ફૂોડનારનું ડીએનએ ભારતીય ન હોઈ શકે. તમારા ઘરમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવચેત રહો.HS