Western Times News

Gujarati News

મહેમદાબાદમાં સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો

મહેમદાવાદ, મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કમાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત રાત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જીલ્લાના ઉમરેઠ ગામમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભીની દીકરી જલ્પાના ગત ૧૮-૦૧-૨૦૨૦ ના રોજ જ્ઞાતિના રીતિ રિવાજ પ્રમાણે ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર ૬૮માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે થયા હતા.

જાેકે એક વર્ષ સુધી જલ્પાનો ઘરસંસાર ખુબ સારી રીતે ચાલતો હતો પણ અચાનક જલ્પાના પતિ આકાશ સસરા કિરણ રતિલાલ હિંગુ, સાસુ છાયાબેન હિંગુ અને નણંદ હિનલ ધ્વરા જલ્પાને નાની નાની વાતોમાં માનસિક ત્રાસ આપવાનો ચાલુ કર્યો હતો. આ મામલે જલ્પાએ પોતાના પિયરીયાઓ ફરિયાદ પણ કરી હતી. જાેકે જલ્પાના માતા પિતા ધ્વરા આગામી દિવસોમાં સહુ સારાવાના થઇ જશેની હેયા ધારણા આપી ઘરસંસાર ચલાવવા જણાવ્યું હતું.

જેથી સાસરિયાઓ ધ્વરા ત્રાસ આપવાનું અવિરત ચાલુ રાખતા પતિ, સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી જઈ ગત રાત્રીએ જલ્પાએ ગળે ફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. જાેકે આત્મહત્યા કરતા પહેલા જલ્પાએ સુસાઇડ નોટ લખી હતી. જેમા તેની સાથે બનેલી તમામ ઘટના અને કોણ કેવો ત્રાસ આપતો હતો તેની વિગત લખી હોવાથી મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ૩૦૬,૪૯૮ છ ,૧૧૪ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.