મહેમદાવાદમાંથી ચોરી કરેલ દાગીના તથા મોબાઇલ ફોન સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૧૧ / ૦૬ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.
નાઓએ આપેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના હે.કો.મહાવીરસિંહ નાઓને મળેલ બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્યાન કઠલાલ ખલાલ ચોકડી પાસેથી બે શકમંદ ઇસમો ( ૧ ) ભનુભાઇ હિરાભાઇ ચુનારા વાઘરી ઉ.વ .૪૦ રહે , સરખેજ હાઇસ્કુલની પાછળ તા.કઠલાલ જી.ખેડા
( ૨ ) રમેશભાઇ જેસંગભાઇ ચુનારા વાધરી ઉવ .૬૫ રહે , હાલ રામપુરા ચરામાં તાબે બડોદા , તા : દશક્રોઇ જી.અમદાવાદ નાઓને શકમંદ હાલતમાં ઝડપી પાડી તેઓની અંગઝડતીમાંથી મળી આવેલ મો.ફોન નંગ -૩ કિ.રૂ. ૮,૫૦૦ / – , રોકડા રૂ . ૨૮૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ આપતા ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન સદરી ઇસમોએ ઉક્ત મોબાઇલ સાથે કેટલાંક ચાંદીના ઘરેણાની પણ અકલાચા ચોકડી પાસેથી ચોરી કરેલાની કબુલાત કરેલ અને ચોરેલ દાગીના હલદરવાસ ખાતે રહેતા
( 3 ) રોનકકુમાર દિપભાઇ સોની રહે . હલદરવાસ તા.મહેમદાવાદ જી.ખેડા નાઓને વેચેલ હોય જેથી સદરી સોની પાસેથી ચોરીમાં ગયેલ ચાંદીના જુદા જુદા દાગીના કિ.રૂ .૩૮,૭૦૦ / -ના કબ્જે કરી દારગીના તથા મોબાઇલની કુલ કિંમત ૪૭,૪૮૦ / -નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧- ( ૧ ) -ડી મુજબ અટક કરેલ છે .
જે અંગે મહેમદાવાદ પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૧૨૨૦૪૭૬/૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦ , ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે . ( ૧ ) ધરપકડ કરાયેલ આરોપીની વિગતઃ ( ૧ ) ભનુભાઇ હિરાભાઇ ચુનારા વાઘરી ઉ.વ .૪૦ રહે , સરખેજ હાઇસ્કુલની પાછળ તા.કઠલાલ જી.ખેડા તથા ( ૨ ) રમેશભાઇ જેસંગભાઇ ચુનારા વાધરી ઉવ .૬૫ રહે , હાલ રામપુરા ચરામાં તાબે બડોદા , તા : દશક્રોઇ જી.અમદાવાદ તથા ( ૩ ) રોનકકુમાર દિપભાઇ સોની રહે . હલદરવાસ તા.મહેમદાવાદ જી.ખેડા
કબ્જે કરેલ મુદ્દામાલઃ મો.ફોન નંગ -૩ કિ.રૂ. ૮,૫૦૦ / – તથા અંગઝડતીના રોકડા રૂ . ૨૮૦ / -તથા સદરહું ઇસમો પાસેથી મળી આવેલ ચાંદીના જુદા – જુદા દાગીના કિ.રૂ .૩૮,૭૦૦ / – મળી કુલ d કિં.રૂ .૪૭,૪૮૦