Western Times News

Gujarati News

મહેમદાવાદ ખાતે ૮૨.૮૭ લાખના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડ પાણીની ટાંકીનું ખાત મૂહુર્ત કરાયુ

પાણી એ જીવન છે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી પાણી બચાવીએ- ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

મહેમદાવાદ ખાતે અંદાજીત રૂા. ૮૨.૨૭ લાખના ખર્ચે ૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી અને ૨૦ મીટર ઊંચી આરસીસી ઓવરહેડ પાણીની ટાંકીનું ખાત મૂહુર્ત કરતા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે પાણી અમૂલ્ય છે.

પાણી એ જીવન છે ત્યારે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી પાણી બચાવીએ. તેઓશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રીને લઇને વિકાસ કાર્યો કરે છે. પ્રજાની ખરા અર્થમાં ચિંતા કરતી સરકાર છે. સરકારની વિવિધ ૨૫૬ જેટલી યોજનાઓ ચાલે છે.

જેનો મહત્તમ લાભ લેવા તેઓશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શીલાબેન વ્યાસએ મહેમદાવાદ ખાતે પાણીની ટાંકી મંજૂર કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા હતા. જે હવે પૂર્ણ થતા પાણી સમસ્યાઓ દૂર થશે. આ પ્રસંગે શહેર પ્રમુખશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, કારોબારી ચેરમેનશ્રી, સદસ્યશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા માહિતી કચેરી, નડીયાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.