Western Times News

Gujarati News

મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે ત્રિલોકવન- મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ 

મનરેગા યોજના અન્વયે ત્રણ વર્ષ દરમ્યાન રૂા.૨૫.૬૩ લાખની રોજગારીના કામો થશે

(માહિતી) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્યબ દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થોને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો

વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યુંર હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. જેનો તેઓને આનંદ વ્?યકત કરતાં જણાવ્યુંય કે, આ કામ મનરેગા યોજના અન્વરયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્વરયે ગામમાં જ રોજગારી મળશે

જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ ઘનિષ્ઠત વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે.

વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્લા માં આ ગામની પસંદગી થઇ છે ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જાેડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્લા માં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્લાાના અન્યત ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય.

આ વનીકરણને જાપાની પધ્ધતિથી કરવાનું હોવાથી ઝડપથી અને હવામાન તેમજ જમીનને યોગ્યલ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેથી વૃક્ષોનો ઉછેર ઝડપથી થશે. તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રવભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્ય્મંત્રી હતા ત્યારે તેઓએ પ્રકૃતિના રક્ષણને મહત્વુ આપ્યું હતું.

તેઓએ પાણી અને ઓક્સિજનના બચાવ માટે વાત કરી હતી. પાણી કુદરતની દેન છે. તેનો બચાવ કરીએ અને વધુ વૃક્ષો વાવવાથી પુરતો અને શુધ્ધ ઓક્સિજન માનવજીંદગી માટે પુરો પાડિ શકાય. તેઓશ્રીએ સાંસ્કૃ તિક વનનો પણ આગ્રહ રાખ્યો હતો.

જેને આપણા મુખ્યદમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પણ આ વાતને મહત્વો આપી વૃક્ષારોપણની કામગીરીને અવિરત ચાલુ રાખી છે. તેઓશ્રીએ ખેડૂતોને તેમના ખેતરના શેઢા ઉપર ફળાઉ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી. અને જે ખેડૂત મિત્રોને રોપા જાેઇતા હોઇ તેઓને નડિયાદ ખાતે આવેલ ટીમ્બર એસોસીએશન દ્વારા મફત રોપા આપવામાં આવશે તેમ જણાવ્યુંે હતું.

મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યુંર હતું કે, છોડમાં રણછોડના દર્શન કરતા આપણા ખેડૂત મિત્રો માટે આ જાપાનીશ પધ્ધતિથી ઝડપથી વૃક્ષોનો ઉછેર કરવાની પધ્ધતિ નવી છે. તેનો મહત્તમ ઉપયોગ કરી આપણા ગામને આદર્શ વનરાજી પુરી પાડીએ.

આમ કરવાથી પ્રકૃતિનું જતન થશે અને આપણને મનરેગાના માધ્યમથી રોજગારી મળશે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારે ૨૪ જેટલા જિલ્લાશમાં પુનિત વન જેવા મોટા વનોનું નિર્માણ કરેલ છે. આપણે પણ ખેડા જિલ્લાુમાં વનરાજીમાં આદર્શ ગામની રચના કરવાની છે. આ સરકાર પણ ખેડુત મિત્રોને તમામ રીતે મદદરૂપ થઇ તેમની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નજશીલ રહિ છે.

જિલ્લા કલેકટરશ્રી કે.એલ.બચાણીએ જણાવ્યુંર હતું કે, ૧૯૭૦ પછીના દાયકામાં જાપાનીશ ગણિતશાસ્ત્રી અને સંશોધક એવાશ્રી મિયાવાકીએ વાતાવરણને અનુકૂળ ઝાડ-પાનનો ઉછેર કરવાની પધ્ધતિ વિકસાવી. આ પધ્ધતિ દ્વારા વૃક્ષોનો ઉછેર ૧૦ ગણો ઝડપથી થાય છે. આ માટે તેઓને ૨૦૦૬માં પર્યાવરણવિંદનું બિરુદ પણ મળ્યું હતું.

ભારત દેશમાં અનેક રાજયોમાં આ પધ્ધતિથી વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લાુ કેટલાક વર્ષોથી આ પધ્ધતિ દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થઇ રહયું છે. આપણે આ ગામમાં આ પધ્ધતિથી અંદાજે ૧૩૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર ત્રણ વર્ષ દરમ્યાન મનરેગા યોજના અન્વ યે કરવાનો છે.

જેમાં અંદાજે રૂા.૨૫.૬૩ લાખના ખર્ચે, પ્રથમ વર્ષે ૭૬૫૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવાનું આયોજન છે. જયારે બીજા વર્ષે ૫૫૦૦ અને ત્રીજા વર્ષે ૫૩૦૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવનાર છે. આમ, ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળતી થશે. જિલ્લામ પંચાયત સદસ્યીશ્રી હરમાનસિંહે આભાર વિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સીરના નિયામકશ્રી આર.ટી.ઝાલા, અગ્રણી સર્વશ્રી અજબસિહ, શ્રી અંકિતભાઇ, સરપંચશ્રી, મહેમદાવાદ અને ખેડાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નાયબ મામલતદારશ્રી દેસાઇ સહિત અગ્રણીઓ, ખેડુત ભાઇઓ-બહેનો અને મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.