મહેમદાવાદ તાલુકાના વરસોલામાં આડા સબંધના વ્હેમમાં આવી પતિએ પત્નિની હત્યા કરતાં ચક્યાર
મહેમદાવાદ તાલુકાના વરસોલામાં રહેતાં અને કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતાં દંપતિ વચ્ચે છેલ્લાં એક અઠવાડિયાથી ઝઘડાં ચાલી રહ્યાં હતાં . પત્નિને આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી પતિએ ગત રાત્રીના સમયે પત્નિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી હતી.
આ બનાવ અંગે પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના વરસોલામાં આવેલ ભાથીજી ફળીયામાં રહેતા પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોર ગામની સીમમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં નાઈટવોચમેન તરીકે ફરજ બજાવતાં પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોરને પોતાની પત્નિ રેખાબેનને અન્ય વ્યક્તિ સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ પડ્યો હતો . જેને લઈને વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં . પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોર અને તેમની પત્નિ રેખાબેન ગત રાત્રીના સમયે ગામની સીમમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં નાઈટ વોચમેન તરીકેની ફરજ બજાવવા ગયાં હતાં .જ્યાં રાત્રીના સમયે પ્રવિણભાઈએ પત્નિ રેખાબેનને અન્ય વ્યક્તિ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી ઝઘડો કર્યો હતો . તુતુ . મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા પ્રવિણભાઈએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પત્નિ રેખાબેનના માથામાં હુમલો કર્યો હતો . આ હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રેખાબેન પ્રવિણભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું . આ બનાવ અંગે સંજયભાઈ પ્રવિણભાઈ ઠાકોરે મહેમદાવાદ પોલીસમથકમાં તેના પિતા પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોર સામે ફરીયાદ આપી છે . જેના આધારે પોલીસે પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોર સામે આઈપીસી કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ હતી . પોલીસે ગણતરીના ક્લાકોમાં જ પત્નિની હત્યા કરનાર આરોપી પતિ પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળેલ છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )

Attachments area