Western Times News

Gujarati News

મહેમદાવાદ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતઃ પાંચના મોત

વડોદરાથી અમદાવાદ આવતા પરિવારની કાર ટેલર સાથે ટકરાઈ

(તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતો અટકાવવા તથા ટ્રાફિક નિયમન સરળ બને તે માટે સ્પીડ લીમીટ સહિતના નિર્ણયો લીધા છે આ પરિસ્થિતિ વચ્ચે આજે વહેલી સવારે એકસપ્રેસ હાઈવે પર અમદાવાદ- ખેડા વચ્ચે પુર ઝડપે આવતી એક કાર ટ્રેલરની પાછળ ઘુસી જતાં એક જ પરિવારના પાંચ સભ્યોના કમકમાટીભર્યાં મોત નીપજયા છે.

પ્રાથમિક તપાસમાં મુળ ભરૂચનો Bharuch અને વડોદરામાં Vadodara રહેતો આ પરિવાર કોઈ કારણોસર કારમાં બેસીને અમદાવાદ (Coming to ahmedabad on Express highway) આવી રહયો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરવા માટે સરકાર સજ્જ બની છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે ખાસ કરીને અકસ્માતો અટકાવવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને આ માટે સ્પીડ લીમીટ પણ નકકી કરવામાં આવી છે

આ દરમિયાનમાં આજે વહેલી સવારે એકસપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મુળ ભરૂચનો પરિવાર છેલ્લા ઘણા સમયથી વડોદરામાં સ્થાયી થયો હતો અને આ પરિવાર અમદાવાદ કોઈ કારણોસર કારમાં બેસીને આવવા નીકળ્યો હતો.

પરિવાર કાર સાથે મહેમદાવાદ પાસેના માંકવા ગામ પાસે પહોચ્યો હતો ત્યારે અચાનક જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો આ દરમિયાનમાં જ રસ્તાની સાઈડમાં એક ટેન્કર ઉભુ હતું અને આ ટેન્કરની પાછળ કાર ઘુસી જતાં કારનો ખુડદો બોલી ગયો હતો કારમાં બેઠેલા એક જ પરિવારના પાંચેય સભ્યોના ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં.

આ ઘટનાના પગલે હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ક્રેઈનની મદદથી ખુડદો બોલી ગયેલી કારમાંથી પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.